For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ રિવ્યૂ : રંગહીન ભાસે છે રંગરેઝ

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : રંગરેઝ
નિર્માતા : વાસુ ભાગનાની
દિગ્દર્શક : પ્રિયદર્શન
કલાકાર : જૅકી ભાગનાની, પ્રિયા આનંદ, રાજપાલ યાદવ તથા અમિતોષ નાગપાલ

વાસુ ભાગનાની નિર્મિત અને પ્રિયદર્શન દિગ્દર્શિત રંગરેઝ ફિલ્મ આજે રૂપેરી પડદે રિલીઝ થઈ ગઈ. ફિલ્મ અંગે પ્રાથમિક વલણ સારા નથી. જૅકી ભાગનાની આ ફિલ્મ દ્વારા ફ્લૉપ એક્ટર તરીકે વધુ એક ડગલું આગળ વધ્યાં છે. રંગરેઝની સરખામણીમાં તો તેમની ગત ફિલ્મ અજબ ગઝબ લવ સારી હતી અને ફાલતૂ તો નેશનલ ઍવૉર્ડની હકદાર લાગે છે. પ્રિયદર્શન જેવા દિગ્દર્શક હોવા છતાં રંગરેઝ ફિલ્મ નિરાશાજનક રહી છે. તામિળની બ્લૉકૉબસ્ટર ફિલ્મ નાગોદિગલની રીમેક હોવા છતાં રંગરેઝમાં નાગોદિગલ જેવી કોઈ વાત નથી.

rangrezz

વાર્તા : ઋષિ દેશપાન્ડે (જૅકી ભાગનાની) તથા તેમના સાથી (અમિતોષ નાગપાલ, વિજય વર્મા) ગાઢ મિત્રો છે અને મિત્રતાને સૌથી ઊપર ગણે છે. જ્યારે ઋષિનો મિત્ર જૉય (રાઘવ ચનાના) પોતાની ગર્લફ્રેન્ડ જૅસમિન (અક્ષરા ગૌડ) સાથે ભાગવા માટે માન સિંહ (રાજપાલ યાદવ) સાથે ઋષિની મદદ માંગે છે, તો ત્રણે મિત્રો જૅસમિનને કિડનૅપ કરવાનો પ્લાન બનાવે છે. થોડાંક જ વખતમાં આ મૂર્ખતાપૂર્ણ યોજના સૌના માટે મુશ્કેલી બની જાય છે, પરંતુ મિત્રતા અને સાચા પ્રેમને દાવ પર લગેલ જોઈ મિત્રોની આ તિકડીને લાગે છે કે તેઓ જે કરે છે, તે યોગ્ય છે.

સમીક્ષા : રંગરેઝ ભલે ભાગીને લગ્ન કરનારાઓ અને તેમની દદ કરનારાઓને સંદેશ આપવાનો પ્રયત્ન કરતી ફિલ્મ હોય, પરંતુ ખરાબ એક્ટિંગના કારણે આ સંદેશનો શ્વાસ રુંધાઈ જાય છે. પંકજ ત્રિપાઠી (ગૅંગ્સ ઑફ વાસેપુર) તથા પ્રિયા આનંદ (ઇંગ્લિશ વિંગ્લિશ)ને બાકી લોકોની સાથે જોવં દુઃખદ છે, કારણ કે ફિલ્મમાં માત્ર પંકજની એક્ટિંગ અને પ્રિયાની ખૂબસૂરતી જ જોવાલાયક છે. ફિલ્મમાં કિડનૅપિંગનું દૃશ્ય, તિકડીનું વિચિત્ર પરિસ્થિતિઓમાં પડવું અને જૅકીના લાંબાલચક ભાષણો રંગરેઝને એવી ફિલ્મ બનાવી દે છે કે જેને આપ મધ્યાંતર બાદ જ છોડી શકો છો. આમ સરવાળે રંગરેઝ ફિલ્મ રંગવગરની લાગે છે.

English summary
Review : Rangrezz Not a colorfull movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X