‘સબ કુશલ મંગલ' ફિલ્મ રિવ્યુઃ આ કહાનીમા ના કંઈ કુશલ છે, ના કંઈ મંગલ
કલાકાર - અક્ષય ખન્ના, પ્રિયાંક શર્મા, રીવા કિશન, સુપ્રિયા પાઠક, સતીષ કૌશિક
'જબરિયા જોડી' બાદ પકડવા વિવાહ પર વધુ એક ફિલ્મ આવી છે જેનુ નામ છે 'સબ કુશલ મંગલ'. કહાની છે કર્નલગંજના એક લોકલ નેતા અને ગુંડા બાબા ભંડારી (અક્ષય ખન્ના)ની,જે છોકરાઓને જબરદસ્તી પકડીને તેમના લગ્ન એ છોકરીઓ સાથે કરાવે છે જેમના પરિવાર છોકરાવાળાને દહેજ આપવામાં અસમર્થ છે. એટલે કે તેની નજરમાં તે એક પરોપકારી છે. આ ક્રમમાં તે એક ટીવી પત્રકાર પપ્પુ મિશ્રા(પ્રિયાંક શર્મા)નુ અપહરણ કરી લે છે, પરંતુ અહીંથી કહાની વળાંક લે છે. ભંડારીને તે યુવતી (રીવા કિશન)થી પહેલી નજરમાં પ્રેમ થઈ જાય છે જેના માટે તેણે પત્રકારનુ અપહરણ કર્યુ હતુ. હવે યુવતીના લગ્ન કોની સાથે થાય છે આની આસપાસ ઘૂમે છે ફિલ્મની કહાની.

નબળી ફિલ્મ
આ એક સારા વિષય પર બનેલી નબળી ફિલ્મ છે. આ કહાનીમાં નિર્દેશકે કૉમેડી ઉમેરવાની કોશિશ કરી છે પરંતુ નિષ્ફળ રહ્યા છે. અક્ષય ખન્ના પહેલા સીનમાં એકદમ શાનદાર એન્ટ્રી લે છે, ઘૂમાવદાર મૂંછો અને લાંબા વાળ તેના પર શોભે છે પરંતુ પોતાના અભિનયથી પ્રભાવિત કરનાર આ કલાકરા પણ અહીં કંઈક અલગ કરવામાં નિષ્ફળ રહ્યા છે. ફિલ્મ બંને નવા ચહેરા પ્રિયાંક શર્મા અને રીવા કિશન પોતાની ભૂમિકામાં સારા લાગે છે પરંતુ બંને વચ્ચેની કેમેસ્ટ્રી ઝીરો છે. એક તેજ તર્રાર યુવતી મંદિરાની ભૂમિકામાં રીવા કિશને સંપૂર્ણપણે ન્યાય આપવાની કોશિશ કરી છે. કહેવુ ખોટુ નહિ ગણાય કે બધા રોલ નબળા લેખનનો શિકાર બન્યા છે. સુપ્રિયા પાઠક અને સતીષ કૌશિક જેવા પ્રભાવશાળી કલાકારોને દબાઉ સંવાદ આપવામાં આવ્યા છે. તે સંવાદોમાં ઝૂઝતા દેખાયા છે.

ફિલ્મનો ફર્સ્ટ હાફ
જ્યાં થોડો રસ જાગતો દેખાય છે ત્યાં સેકન્ડ હાફમાં કહાની ક્યાં જઈ રહી છે તે કંઈ કહી શકાતુ નથી. અમુક દ્રશ્યોમાં પાત્રો ધડમાથા વિનાની વાતો કરે છે, જેને કહાની સાથે કોઈ લેવાદેવા નથી. બિજેન્દ્ર કારલાના લેખનની સાથે સાથે પ્રશાંત સિંહ રાઠોડની એડિટિંગ પણ એક નબળો પક્ષ છે. ફિલ્મ ના તો તમારા દિલ સુધી પહોંચે છે અને ના દિમાગ સુધી. ફિલ્મ સામાજિક સંદેશ આપવામાં પણ નિષ્ફળ રહી છે. નિર્દેશક કરણ વિશ્વનાથ કશ્યપે ફિલ્મને બોજારૂપ બનાવી દીધી છે.
આ પણ વાંચોઃ હેપ્પી બર્થડેઃ ગુલ પનાગના 40માં જન્મદિવસે જાણો તેના વિશે ખાસ વાતો

ગીતો સારી રીતે ફિલ્માવાયા
ફિલ્મમાં સંગીત આપ્યુ છે હર્ષિત સક્સેનાએ કે જે એવરેજ છે. ગીતોને સારી રીતે ફિલ્માવામાં આવ્યા છે પરંતુ કહાનીમાં ગમે ત્યાં ફિટ કરી દેવામાં આવ્યા છે. માટે તે કંઈક અડચણ સમાન લાગે છે. ફિલ્મ ‘સબ કુશલ મંગલ'માં પકડવા વિવાહ, દહેજ જેવા મહત્વના મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં નથી આવી. કોઈ ઠોસ વિચાર કે તર્ક રાખવામાં નથી આવ્યો.