
Review with Pics : અસરકારક છે શૂટઆઉટ એટ વડાલા
બૅનર : વ્હાઇટ ફીધર ફિલ્મ્સ, બાલાજી મોશન પિક્ચર્સ
નિર્માતા : એકતા કપૂર, સંજય ગુપ્તા, શોભા કપૂર
દિગ્દર્શક : સંજય ગુપ્તા
સંગીત : અનુ મલિક
કલાકાર : જ્હૉન અબ્રાહમ, કંગના રાણાવત, અનિલ કપૂર, તુષાર કપૂર, મનોજ બાજપાઈ, સોનૂ સૂદ, મહેશ માંજરેકર
મહેમાન કલાકાર : પ્રિયંકા ચોપરા, સન્ની લિયોન, સોફી ચૌધરી
સમીક્ષા : આજે પડદા ઉપર પહોંચેલી એકતા કપૂર નિર્મિત તથા સંજય ગુપ્તા દિગ્દર્શિત શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ અંગે અગાઉથી જ કહેવાતુ હતું કે ફિલ્મ આજના યુવાનોને ધ્યાને લઈ બનાવાઈ છે કે જેમને એક્શન અને બે-ચાર ગીતો સારા લાગે છે. આમ છતાં ફિલ્મની વાર્તાને લોકોને માત્ર ઢંઢોળનારી જ નહિં, પણ તેના કારણે એક્શન ફિલ્મ હોવા છતાં લોકોને તે સારી લાગી છે. તેના માટે સંજય ગુપ્તા વખાણને પાત્ર છે. રહી વાત કલાકારીની, તો જ્હૉન અબ્રાહમની આ અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ કહી શકાય. અભિનયની બાબતમાં તેમણે એક ગૅંગસ્ટર માન્યા સુર્વેના પાત્રમાં પ્રાણ પૂરી દીધાં છે. ફિલ્મના દરેક દૃશ્યમાં તેમનું નવું પાસું દેખાય છે કે જેથી સુર્વેના પાત્ર સાથે લોકોને લાગણી ઉપજી આવે છે.
એમ તો શૂટઆઉટ એટ વડાલા એંસીના દાયકાની અથડામણનીવાર્તા છે, પરંતુ ફિલ્મમાં કેટલાંક દૃશ્યો કાલ્પનિક પણ છે કે જે સંજય ગુપ્તાના માથાની ઉપજ છે. તેથી દર્શકો અઢી કલાક જકડાઈ રહે છે. ફિલ્મ હકીકતમાં જોવા લાયક છે.
પોલીસ ઇંસ્પેક્ટરના રોલમાં અનિલ કપૂરે પુનઃ એક વાર પોતાની જાતને સાબિત કર્યાં કે કેમ તેઓ છેલ્લા ત્રીસ વર્ષોથી ફિલ્મોમાં સક્રિય અને સફળ છે. તુષાર કપૂરે પણ સારૂં કામ કર્યું છે. રોનિત રૉય, મનોજ બાજપાઈ તથા મહેશ માંજરેકર તો સરેરાશ છે, તો લાંબા ગાળે મહેમાન કલાકાર તરીકે જૅકી શ્રૉફને પણ પડદા ઉપર જોઈ આપને ગમશે જ.
ફિલ્મમાં સૌથી ચોંકાવનાર કામ કર્યું છે અભિનેત્રી કંગના રાણાવતે કે જેની આશા નહોતી. તેમના સીન્સ વધુ નથી, પણ છતાં તેઓ લોકોને અસર કરે છે. તેઓ સુંદર અને સેક્સી તો છે જ, સાથે તેમણે અભિનય પણ કમાલનો કર્યો છે.
ફિલ્મનું સંગીત તો અગાઉથી જ હિટ થઈ ચુક્યું છે. ત્રણે આયટમ સૉંગ્સ વાર્તા સાથે જોડાયેલા છે અને પરાણે ઉમેરાયાં હોય, તેવું નથી લાગતું, પરંતુ સન્ની લિયોનનું આયટમ સૉંગ બાકીના બંને આયટમ સૉંગ ઉપર ભારે પડ્યું છે. એક્શન ફિલ્મ હોવા છતાં ફિલ્મમાં ગાળો નથી અને ગઢાયેલા ડાયલૉગ્સ છે કેજે લોકોને ગમશે. સરવાળે સંજય ગુપ્તાની આ બહેતરીન રજુઆત છે કે જેને આજની નવી પેઢી જરૂર પસંદ કરશે.
આવો તસવીરોમાં જોઇએ શૂટઆઉટ એટ વડાલાનું વધુ રિવ્યૂ.

જ્હૉનની સર્વશ્રેષ્ઠ ફિલ્મ
શૂટઆઉટ એટ વડાલા જ્હૉન અબ્રાહમના કૅરિયરની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. જ્હૉને માન્યા સુર્વેનો રોલ કર્યો છે.

મૈત્રી, શત્રુતા, લાગણી અને પ્રેમ
મૈત્રી, શત્રુતા, લાગણી તથા પ્રેમની વાર્તા છે શૂટઆઉટ એટ વડાલા કે જેમાં દર્દ છે, તો મારધાડ પણ છે. તુષાર કપૂરે પણ પોતાના પાત્રમાં પ્રાણ પૂર્યાં છે.

અનિલે પુનઃ પોતાની જાતને સાબિત કર્યાં
અનિલ કપૂરે પુનઃ એક વાર પોતાની જાતને સાબિત કર્યાં કે તેઓ હજીય અભિનયના રાજા છે.

બબલી તરીકે ગમશે પ્રિયંકા
પ્રિયંકા ચોપરાનો બબલી સ્વરૂપ પણ લોકોને ગમશે. ફિલ્મના આયટમ સૉંગ વાર્તાના હિસાબે ગોઠવાયેલાં છે.

સન્ની પડ્યાં ભારે
ફિલ્મની જાન છે સન્ની લિયોનનું આયટમ સૉંગ લૈલા... આ ગીતના સંગીત ઉપર લોકો ઝૂમી ઉઠશે. સન્નીનું આયટમ સૉંગ પ્રિયંકા ઉપર ભારે પડ્યું છે.

કંગના હૃદયસ્પર્શી
હૃદયને સ્પર્શી જનાર કંગના રાણાવતનો રોલ પણ ફિલ્મની જાન છે. જોકે ફિલ્મમાં જ્હૉન-કંગના વચ્ચેના ઇંટીમેટ સીન્સ છે, પરંતુ ક્યાંય કંગના અશ્લીલ નથી લાગતાં. તેમનું કામ પ્રભાવશાળી છે.