Review: 'ટ્યૂબલાઇટ'ની 'લાઇટ' છે માત્ર સલમાન ખાન!
સલમાન ખાનની ફિલ્મ 'ટ્યૂબલાઇટ' રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મનો રિવ્યૂ, પ્લોટ અને રેટિંગ વાંચો અહીં..
ફિલ્મ: ટ્યૂબલાઇટ
સ્ટારકાસ્ટ: સલમાન ખાન, સોહેલ ખાન, ઓમ પુરી, જ્હૂ જ્હૂ, મોહમ્મદ ઝીશાન અયૂબ, માતિન રે તાંગૂ, શાહરૂખ ખાન(કેમિયો)
ડાયરેક્ટર અને લેખક: કબીર ખાન
પ્રોડ્યૂસર: સલમાન ખાન
પ્લસ પોઇન્ટ: સલમાન ખાનનો ક્યારેય ન જોવા મળેલો અવતાર, ઇમોશનલ સિન્સ, લોકેશન, શાહરૂખ ખાનનો કેમિયો
માઇનસ પોઇન્ટ: નબળી પટકથા, કેટલાક ભાવુક સિન સાથે દર્શકો કનેક્ટ નથી થઇ શકતા, ફિલ્મનો ક્લાઇમેક્સ
કેટલા સ્ટાર: 2

પ્લોટ
'ટ્યૂબલાઇટ'ના વાર્તા મહાત્મા ગાંધીની સત્ય અને અહિંસાના પથ પર આગળ વધે છે. ફિલ્મમાં 'ટ્યૂબલાઇટ' એટલે કે લક્ષ્મણ સિંહ બિષ્ટના પાત્રમાં જોવા મળતા સલમાન ખાન. સલમાન જ આ ફિલ્મની ખરી લાઇટ છે. કુમાઉંના નાનકડા શહેર જગતપુરમાં રહેતા લક્ષ્મણ(સલમાન)ને લોકો ટ્યૂબલાઇટ કહીને ચીડવે છે, કારણ કે એને દરેક વાત થોડી મોડી સમજ પડે છે. તેના માતા-પિતા નથી, પરંતુ તેનો નાનો ભાઇ ભરત સિંહ બિષ્ટ(સોહેલ ખાન) સતત તેની સાથે રહી છે. લક્ષ્મણની સ્કૂલમાં એક દિવસ મહાત્મા ગાંધી આવે છે, લક્ષ્મણ તેમના આદર્શોથી ખૂબ પ્રભાવિત થાય છે અને અહીંથી લક્ષ્મણ અને તેના વિશ્વાસ(યકીન)નો સિલસિલો શરૂ થાય છે. ફિલ્મની ટેગલાઇન છે, ક્યા તુમ્હેં યકીન હે?

ટ્વીસ્ટ
વર્ષ 1962, ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાયું છે. લક્ષ્મણના ભાઇ ભરતને સેનામાં લેવામાં આવે છે અને યુદ્ધ લડવા માટે સીમા પર મોકલવામાં આવે છે. સીમ પર યુદ્ધ લડવા ગયેલ ભરત ઘણા સમય પછી પણ પરત નથી ફરતો, આ બાજુ લક્ષ્મણને પૂરો વિશ્વાસ છે કે, ભરત ચોક્કસ પરત ફરશે. આ કપરા સમયમાં લક્ષ્મણનો સાથ આપે છે, બન્ને ખાન ચાચા(ઓમ પુરી), જાદુગર શાશા(શાહરૂખ ખાન) અને શા લિંગ(જ્હૂ જ્હૂ). શું ભરત તેના ભાઇ પાસે પાછો આવશે?

ડાયરેક્શન
કબીર ખાને 'ન્યૂયોર્ક' અને 'બજરંગી ભાઇજાન' જેવી ફિલ્મો આપી છે, એની સામે 'ટ્યૂબલાઇટ' થોડી નબળી પડે છે. નબળી પટકથાને કારણે ફર્સ્ટ હાફ એટલો સારો નથી ઘડાયો, જો કે કેટલાક ઇમોશનલ સિન દર્શકોને ભાવુક ચોક્કસ કરી જાય છે. સેકન્ડ હાફ પ્રમાણમાં થોડો બોરિંગ છે, અહીં ઇમોશનલ સિન જાણે દર્શકોના મન સુધી પહોંચતા જ નથી. ફિલ્મની શરૂઆતના કેટલાક ડાયલોગ્સ ખુબ સુંદર છે, પરંતુ જેમ-જેમ વાર્તા આગળ વધે છે, ડાયલોગ્સનો જાદુ ઓસરતો જાય છે. દરેક ડાયલોગમાં 'યકીન' શબ્દનો ઉપયોગ મનમાં કંટાળો ઉત્પન્ન કરે છે.

પર્ફોમન્સ
લક્ષ્મણના પાત્ર માટે સલમાને મહેનત કરી છે, એ સ્પષ્ટ દેખાય છે. અમુક સિનમાં સલમાનની એક્ટિંગ તમને પ્રભાવિત કરશે. બન્ને ચાચાના પાત્રમાં ઓમ પુરીએ શ્રેષ્ઠ એક્ટિંગ કરી છે. સોહેલ ખાન પણ પોતાના પાત્ર સાથે ન્યાય કરવામાં સફળ રહ્યાં છે. સલામન અને નાનકડા માતિનની જોડી તમારું મન જીતી લેશે, જો કે જ્હૂ-જ્હૂના ભાગે ખાસ કંઇ કામ આવ્યું નથી.

ટેકનિકલ પક્ષ, સંગીત
સિનેમેટોગ્રાફી ઉત્તમ છે, જો કે ફિલ્મના ઓપનિંગ શોટથી તમને તરત જ 'બજરંગી ભાઇજાન' ફિલ્મ યાદ આવશે. કબીર ખાને ફિલ્મના લોકેશન્સ પાછળ પટકથાથી વધુ મહેનત કરી હોય એમ લાગે છે. શાનદાર લોકેશન્સમાં શૂટ કરેલી ફિલ્મનો સ્ક્રિનપ્લે ખાસો નબળો છે.
ફિલ્મનું સંગીત પ્રિતમે આપ્યું છે. રિલીઝ પહેલાં 'રેડિયો' અને 'તિનકા તિનકા' સોંગ હિટ થઇ ગયા હતા. ફિલ્મ જોતી વખતે પણ આ 2 ગીતો પર જ ધ્યાન જાય છે. ફિલ્મની વાર્તા એટલી નબળી છે કે સંગીત એમાં કોઇ મદદ કરી શકે એમ નથી.

જોવી કે નહીં?
જો તમે સલમાન ખાનના ફેન હોવ તો આ ફિલ્મ Must Watch છે. સલમાનનો આ નવો અવતાર જોઇ તેમના ફેન્સ અત્યંત ખુશ થશે. પરંતુ જો તમે સલમાનના એટલા મોટા ફેન ન હોવ તો ફિલ્મ જોયાનો તમને પસ્તાવો થશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
