For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : તમારી અંદર જે કંઈ બચ્યુ છે, તે બધુ Ugly છે...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ડિસેમ્બર : અનુરાગ કશ્યપ હંમેશા કંઇક એવું કરતા હોય છે કે જે આપને વિચારવા મજબૂરી કરી દે. તેમનું ડાર્ક હ્યૂમર આપને જિંદગીના તેવા પાનાઓમાં લઈ જવા માંગે છે કે જેમને નથી આપ ક્યારેય યાદ કરતા કે નથી તે પાનાઓને પલટવા માંગો છે. અગ્લી આપને જિંદગીના તેવા જ પાનાઓ પર લઈ જવા મજબૂર કરશે.

વર્ષ 2014 એંટરટેનમેંટ માટે કંઈક વધુ જ જાણીતુ રહ્યું. તેવામાં અગ્લી આપને ફિલ્મોને તેવા ક્ષેત્રે પરત લઈ જશે કે જેને આ વર્ષે આપે મિસ કર્યો... વાર્તા. અગ્લીમાં નથી મ્યુઝિક કે નથી રોમાંસ કે નથી એક્શન... બસ એક વાર્તા અને એક પાત્ર છે કે જે પોતાની આસપાસના તમામ પાત્રોને જોડતા તેમને માણસાઈના ત્રાજવે પર નગ્ન કરી તોલે છે. કાલી એક એવો અવાજ કે જે લોકોને ખોવાયેલી આત્માનો અવાજ છે. તે આપને હચમચાવશે અને આપની માણસાઈ તથા પૈસા માટે નગ્ન દોડ વચ્ચે આપને ફરક કરતા શીખવાડશે.

ચેતવણી : ફિલ્મનો અંત આપને આશ્ચર્યમાં નાંખી દેશે!

વાર્તા

વાર્તા

ફિલ્મ અગ્લીની વાર્તા ફરે છે એક સ્ટ્રગલિંગ એક્ટર અને તેની અપહૃત દીકરીની આસપાસ. આ દીકરીની તપાસ આખી ફિલ્મ દરમિયાન ચાલે છે. અપહૃત યુવતીના પિતાના રોલાં રાહુલ ભટ્ટ, માતાના રોલમાં તેજસ્વિની કોલ્હાપુરી તથા કેસની તપાસ કરતા પોલીસ ઑફિસરની ભૂમિકામાં છે રોનિત રૉય,પણ વાર્તા આટલેથી જ પૂરી નથી થતી. દરેક પાત્ર સાથે અતીતના કેટલાક પાના જોડાયેલા મળશે કે જે આપને આપના સંબંધોની હકીકતથી રૂબરૂ કરાવશે.

પાત્રો

પાત્રો

ફિલ્મમાં એક જ મુખ્ય પાત્ર છે કાલી. તેને ચાહો તો આપ એક બાળકી માની લો કે જે ગુમ થઈ જાય છે કે પછી આપનો આત્મા અને માણસાઈ કે જે પૈસા, નામ, દોલત, પ્રસિદ્ધિના ધુમ્મસમાં ક્યાંક છુપાયેલા છે. અનુરાગ કશ્યપ આપને મજબૂર કરે છે તે ધુમ્મસને પોછી પોતાના જીવનનું કાળુ સત્ય અરીસામાં જોવા માટે. દરેક પાત્ર આપને પોતાની નજીક દેખાશે અને હકીકતની પણ, કારણ કે હાલ આપ અને આપની આજુબાજુનો દરેક માણસ પણ એવો જ છે જુટ્ઠો અને ફરેબી.

એક્ટિંગ

એક્ટિંગ

અગ્લી ફિલ્મ એક સે બઢકે એક ગઢાયેલા કલાકારોના અભિનય વડે સજેલી છે. મરાઠી કલાકાર ગિરીશ કુલકર્ણીને જોઈ આપ બસ તેમને વધુ જોવા ઇચ્છશો, તો રોનિત રૉય આપને ઉડાનની યાદ અપાવશે. રાહુલ ભટ્ટ એટલા દમદાર રીતે પડદા પર કમબૅક કરે છે કે આપ આશ્ચર્યમાં મૂકાઈ જશો. સુરવીન ચાવલા અહીં ટકવા આવ્યાં છે અને તેઓ આ વાત સાબિત કરે છે, પરંતુ ફિલ્મનું સરપ્રાઇઝ પૅકેજ છે તેજસ્વિની કોલ્હાપુરે.

દિગ્દર્શન

દિગ્દર્શન

જે લોકો કહી રહ્યાં છે કે બ્લૅક ફ્રાઇડે બાદ અગ્લી ફિલ્મ અનુરાગ કશ્યપની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ છે, તેઓ કદાચ સાચા છે. ફિલ્મમાં કોઈ ખામી નથી લાગતી સિવાય કે ફિલ્મ થોડીક સ્લો છે, પરંતુ આમ છતાં ફિલ્મ ક્યાંય પણ પાછળ નથી પડતી.

માણસના પડ ખોલી નાંખતી અગ્લી

માણસના પડ ખોલી નાંખતી અગ્લી

ફિલ્મના તમામ પાત્રોની હાલત માર આગળ મજબૂર છે. સૌ નબળા છે. કોઈનું ચરિત્ર ઠોસ નથી લાગતું. પરિવારના ખોખલાપણાનો ભોગ બાળકો કેવી રીતે બને છે, આ જ ફિલ્મ દર્શાવે છે. પરસ્પરની દુશ્મનાવટ, ખેંચતાણ, સ્વાર્થ, લાલચ તથા સંબંધોની નબળાઇઓ સામે લાવે છે અગ્લી. અનુરાગ ખૂબ જ દમદાર રીતે બતાવી ગયાં કે આપની અંદર જે કંઈ પણ બચ્યુ છે, તે બધુ ખોખલું છે.

English summary
Ugly is a film which hold syou hard on your realities, the dark ones which you just ignore and keep moving on.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X