રિયા-મહેશ ભટ્ટની ચોંકાવનારી વૉટ્સએપ ચેટ આવી સામે, સુશાંતનુ ઘર છોડ્યા પછી કહી વાત

રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વચ્ચેની એક વૉટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં રિયા ચક્રવર્તી સાથે સાથે સોશિયલ મીડિયા પર ફિલ્મમેકર મહેશ ભટ્ટને પણ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હવે રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વચ્ચેની એક વૉટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે જે સુશાંત સિંહ રાજપૂતના 8 જૂને ઘર છોડ્યા બાદ મહેશ ભટ્ટ અનેરિયા ચક્રવર્તી વચ્ચે થઈ હતી. ચેટ મુજબ રિયા ચક્રવર્તી સુશાંત સાથે ખુદ બ્રેકઅપ કરવાની હતી. આ વિશે રિયાએ મહેશ ભટ્ટને જણાવ્યુ હતુ.

રિયા ચક્રવર્તી સુશાંત સાથે ખુદ બ્રેકઅપ કરવાની હતી

રિયા ચક્રવર્તી સુશાંત સાથે ખુદ બ્રેકઅપ કરવાની હતી

વૉટ્સએપ ચેટમાં રિયા ચક્રવર્તી મહેશ ભટ્ટને કહી રહી છે કે - 'સર આયેશા ખૂબ ભારે મન અને એક રાહત સાથે આગળ વધી ગઈ છે. તમારી સાથે છેલ્લી વાતચીતે મારી આંખો ખોલી દીધી હતી. તમે ત્યારે અને અત્યારે પણ મારા માટે ભગવાન છો.' તમને જણાવી દઈએ કે આ મેસેજ પર જે રિએક્શન મહેશ ભટ્ટ તરફથી આપવામાં આવ્યુ તે ચોંકાવનારુ છે.

મહેશ ભટ્ટે આપ્યુ ચોંકાવનારુ નિવેદન

મહેશ ભટ્ટે આપ્યુ ચોંકાવનારુ નિવેદન

મહેશ ભટ્ટે રિયાને રિપ્લાય કરીને લખ્યુ કે હવે પાછુ વળીને ન જોતી, હવે શક્ય બનાવ જે જરૂરી છે. તારા પિતાને મારો પ્રેમ આપજે. તે હવે ખુશ હશે. રિયા ચક્રવર્તીએ મહેશ ભટ્ટને રિપ્લાય કરીને એક ફોન કૉલનો પણ ઉલ્લેખ કર્યો. રિયા લખે છે - 'સર મને થોડી હિંમત મળી. તમે એ દિવસે ફોન કૉલમાં જે મારા પિતાજી વિશે કહ્યુ તેનાથી મને મજબૂત બનવામાં હિંમત આપી. તેમણે પ્રેમ મોકલ્યો છે અને આભાર પણ મારા માટે હંમેશા ખાસ બની રહેવા માટે.'

ભટ્ટે મેસેજ કર્યો કે બહાદૂર હોવા માટે આભાર

ભટ્ટે મેસેજ કર્યો કે બહાદૂર હોવા માટે આભાર

રિયા આગળ લખે છે - તે તમારી ભાવનાઓને સમજે છે. પ્રેમ અને હંમેશા આટલા સ્પેશિયલ હોવા માટે ખૂબ ખૂબ આભાર. મહેશ ભટ્ટે આગળ કહ્યુ, 'તમે મારા બાળકો છો. મને હળવુ અનુભવાઈ રહ્યુ છે. ત્યારબાદ ભટ્ટે મેસેજ કર્યો કે બહાદૂર હોવા માટે આભાર. પછી રિયા ચક્રવર્તીએ મેસેજમાં લખ્યુ - કોઈ શબ્દ નહિ, બસ તમારા માટે દિલથી પ્રેમ. રિયા આગળ લખે છે - નસીબનો આભાર કે હું તમને મળી. તમે સાચા હતા આપણા રસ્તા આજના દિવસ માટે એક થયા. તમારા કહેલા દરેક શબ્દ મારી અંદર ગુંજે છે. હું તમારા નિસ્વાર્થ પ્રેમનો ઉંડો પ્રભાવ અનુભવી શકુ છુ.'

રિયાએ મહેશ ભટ્ટને ગણાવ્યા પોતાના ભગવાન

રિયાએ મહેશ ભટ્ટને ગણાવ્યા પોતાના ભગવાન

વાતચીતમાં આગળ રિયાએ કહ્યુ,'તમે ફરીથી મારી પાંખો કાપી દીધી છે. એક જીવનમાં બે વાર તમે મારા માટે ભગવાન જેવા છો. ત્યારબાદ રિયાએ એક ઈન્દ્રધનુષ અને સ્ટાર મોકલી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી.' ઉલ્લેખનીય છે કે સુશાંત કેસની તપાસ માટે સીબીઆઈની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ મુંબઈ પહોંચી છે. સુશાંત 14 જૂને પોતાના ઘરમાં મૃત મળ્યા હતા. તેમણે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. અત્યાર સુધી મુંબઈ પોલિસ આ કેસની તપાસ કરી રહી હતી. હવે સીબીઆઈ કેસની તપાસ શરૂ કરવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X