For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગોતરા જામીનની અરજી કરશે રિયા ચક્રવર્તી, ધરપકડનો ખતરો, સુશાંતના પિતાએ કર્યા મોટા ખુલાસા

સુશાંતના પિતા કે કે સિંહ આ સમગ્ર મામલે હવે રિયા ચક્રવર્તી તરફ સૌનુ ધ્યાન દોર્યુ છે જેનાથી કેસમાં નવો વળાંક આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘણા દિવસોથી એ વાતની ચર્ચા હતી કે સુશાંતના પરિવાર તરફથી કોઈ નિવેદન કેમ સામે નથી આવી રહ્યુ. સુશાંતના પિતા કે કે સિંહ આ સમગ્ર મામલે હવે રિયા ચક્રવર્તી તરફ સૌનુ ધ્યાન દોર્યુ છે. તેમણે રિયા અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રિયા ચક્રવર્તી સામે બિહાના પટનામાં કેસ નોંધાવ્યો છે. રિયાનો પરિવાર હવે આ કેસમાં બચાવની સ્થિતિમાં છે. તે આના માટે આગોતરા જામીનની અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ આઈપીસીની કલમ 341, 342, 280, 420, 406, 420 અને 306 હેઠળ કેસ નોંધાવ્યો છે. તેમનો આરોપ છે કે તેમના દીકરા સાથે છેતરપિંડી થઈ છે અને તેને પ્રતાડિત કરવામાં આવ્યો છે.

આગોતરા જામીનની અરજી

આગોતરા જામીનની અરજી

એબીપી ન્યૂઝના સમાચાર અનુસાર રિયા ચક્રવર્તી બુધવારે કોર્ટમાં પોતાની આગોતરા જામીન અરજી આપી શકે છે. મંગળવારે જાણીતા વકીલ સતીશ માને શિંદેના જૂનિયર વકીલ રિયાના ઘરે પહોંચ્યા હતા. આ રિપોર્ટ અનુસાર રિયા ચક્રવર્તીએ ગઈ રાતે વકીલને પોતાના કન્સેન્ટ સાઈન કરી દીધા છે. ત્યારબાદ હરવે તે આ કેસમાં કાયદાની મદદ લઈ શકે છે.

રિયાના પરિવારનુ પ્લાનિંગ

રિયાના પરિવારનુ પ્લાનિંગ

હાલમાં આની કોઈ માહિતી સામે આવી નથી. રિયા અને તેનો પરિવાર આ કેસમાં કોર્ટમાં જામીન અરજી આપશે. જણાવવામાં આવી રહ્યુ છે કે બિહારથી 4 પોલિસ અધિકારીઓની ટીમ પણ મુંબઈ પહોંચી રહી છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કેસમાં રિયા ચક્રવર્તી, ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરિન્ડા, શ્રુતિ મોદી સામે સુશાંતના પિતા દ્વારા 25 જુલાઈએ રાજીવ નગર પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

સુશાંતના પિતાના ગંભીર આરોપ

સુશાંતના પિતાના ગંભીર આરોપ

સુશાંતના પિતાએ પોતાના નિવેદનમાં કહ્યુ કે મારો દીકરો ફિલ્મ લાઈન છોડીને કેરળમાં ઑર્ગેનિક ખેતી કરવા ઈચ્છતો હતો. ત્યારે રિયાએ આ વાતનો વિરોધ કર્યો કે તુ ક્યાંય નહિ જાય અને જો મારી વાત નહિ માને તો હું મીડિયામાં તારો મેડિકલ રિપોર્ટ આપી દઈશ. સુશાંતના પિતાએ એમ પણ કહ્યુ કે જ્યારે મારા દીકરાનુ બેંક બેલેન્સ ખતમ થઈ ગયુ તો રિયા ત્યાંથી જતી રહી. ઘરનો સામાન, કેશ, ઘરેણા, લેપટૉપ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ અને તેના પિન નંબર સુશાંતના જરૂરી દસ્તાવેજ અને ઈલાજના કાગળો પણ પોતાની સાથે લઈને જતી રહી. ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તી અને તેનો પરિવાર આ કેસમાં શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

જાણો કોણ છે વિંગ કમાંડર મનીષ સિંહ, જે ફ્રાંસથી રાફેલ ઉડાવીને લાવી રહ્યા છે ભારતજાણો કોણ છે વિંગ કમાંડર મનીષ સિંહ, જે ફ્રાંસથી રાફેલ ઉડાવીને લાવી રહ્યા છે ભારત

English summary
Rhea chakraborty planning anticipatory bail after Sushant Singh Rajput Father lodge FIR
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X