For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટમાં હાજરી પહેલા કોરોના ટેસ્ટ માટે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલને લઈને હોસ્પિટલ પહોંચી NCB

બંનેને મેજિસ્ટ્રેટ અદાલત સમક્ષ હાજર કરવામાં આવશે તે પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ રિયા અને તેના ભાઈ વચ્ચે ડ્રગ્ઝ વિશે થયેલી વૉટ્સએપ ચેટ વાયરલ થઈ હતી. ત્યારબાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ શુક્રવારે રિયા, તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને સહયોગી સેમ્યુઅલ મિરાંડાના ઘરની તલાશી લીધી. ત્યારબાદ શોવિક અને સેમ્યુઅલને કસ્ટડીમાં લીધા બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. આજે આ બંનેને મેજિસ્ટ્રેટ અદાલત સમક્ષ હાજર કરવામાં આવશે તે પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો.

કોવિડ-19 પરીક્ષણ માટે લવાયા

કોવિડ-19 પરીક્ષણ માટે લવાયા

એનસીબીના ઉપનિર્દેશક (સંચાલન) કેપીએસ મલ્હોત્રાએ કહ્યુ, 'રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, ઝૈદ વિલાત્રા અને કૈઝન ઈબ્રાહિમને મુંબઈની સાયલ હોસ્પિટલમાં કોવિડ-19 પરીક્ષણ માટે લાવવામાં આવ્યા છે.' જો કે એનસીબી હજુ શોવિક-સેમ્યુઅલનો ડ્રગ ટેસ્ટ નહિ કરાવે. વળી, એનસીબીના ઉપ નિર્દેશક કેપીએસ મલ્હોત્રાએ કહ્યુ, 'આજે એનસીબી દીપેશ સાવંતનુ નિવેદન નોંધશે. તેની ધરપકડ કરવામાં આવી નથી કારણકે તે સાક્ષીની ભૂમિકા નિભાવી રહ્યા છે.'

રિયાના ઘરે પાડી રેડ

રિયાના ઘરે પાડી રેડ

તમને જણાવી દઈએ કે રિયા ચકવર્તીના ઘરે શુક્રવારે સવારે લગભગ સાડા 6 વાગે રેડની કાર્યવાહી શરૂ થઈ હતી જે ચાર કલાક સુધી ચાલી. રિયા-શોવિક અને મિરાંડના ઘરની તલાશી લીધા બાદ શોવિકનુ લેપટૉપ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. રિયાના ઘરેથી NCBએ અમુક ડિજિટલ ઉપકરણોને પણ સીઝ કર્યા. એનસીબીની ટીમે સુશાંતના પૂર્વ સ્ટાફ દીપેશ સાવંતની પણ ઑફિસ લઈ જઈને મોડી રાત સુધી પૂછપરછ કરી હતી.

રિયાના કહેવાથી તે ડ્રગ્ઝ ખરીદતો હતો શોવિક

રિયાના કહેવાથી તે ડ્રગ્ઝ ખરીદતો હતો શોવિક

વળી, સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ બાદ તેની પત્ની પોતાના બે વકીલો સાથે મોડી રાતે એનસીબીની ઑફિસ પહોંચી. તેણે કાર્યવાહી વિશે વાત કરવા માંગી પરંતુ તેમને એનસીબીની ઑફિસમાં જવાની મંજૂરી મળી નહિ. સૂત્રો મુજબ શોવિકની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે રિયાના કહેવાથી તે ડ્રગ્ઝ ખરીદતો હતો. માટે રિયાને પણ સમન મોકલવામાં આવી શકે છે.

ભડકી બિપાશા બાસુઃ મારુ વજન વધતા લોકો મને પ્રેગ્નેન્ટ બનાવી દે છે, આ બહુ ઈરીટેટિંગ છેભડકી બિપાશા બાસુઃ મારુ વજન વધતા લોકો મને પ્રેગ્નેન્ટ બનાવી દે છે, આ બહુ ઈરીટેટિંગ છે

English summary
Rhea's brother Showik Chakraborty, Samuel Miranda, Zaid and Kaizen Ibrahim brought to Sion Hospital in Mumbai for Corona test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X