Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : પત્રકાર બનતાં-બનતાં ફુકરે બની ગયાં રીચા

મુંબઈ, 6 જૂન : રીચા ચડ્ઢા બનવા તો પત્રકાર માંગતા હતાં અને ફુકરે બની ગયાં. રીચા ચડ્ઢા પત્રકાર બનવા માટે જ મુંબઈ આવ્યા હતાં. તેઓ પોતાના મમ્મી-પપ્પાને એમ જ કહીને દિલ્હીથી મુંબઈ આવવા માટે નિકળ્યા હતાં.

રીચા ચડ્ઢાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે પોતાની આવનાર ફિલ્મ ફુકરેના ‘જુગાડ...' ગીતના લૉન્ચિંગ પ્રસંગે આ ખુલાસો કર્યો. આ પ્રસંગે ફુકરે ફિલ્મના નિર્માતા ફરાહન અખ્તર ઉપરાંત કલાકારો વિશાખા સિંહ, પુલકિત સમ્રાટ, મનજોત સિંહ, અલી ફઝલ તથા રીતેશ સિધવાણી વિગેરે પણ હાજર હતાં.

રીચા ચડ્ઢા ભલે પત્રકાર ન બની શક્યાં હોય, પરંતુ તેમનું બૉલીવુડ કૅરિયર ટ્રૅક પર છે. હાલમાં તેમની ફિલ્મ ફુકરે રિલીઝ થવાની તૈયારીમાં છે, તો તેઓ હવે પછી નીલ નિતિન મુકેશ સાથે ઇશ્કેરિયા ફિલ્મમાં રોમાંસ કરતાં નજરે પડનાર છે.

આવો જુગાડ.. ગીતના લૉન્ચિંગની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

મસ્તી ભરી વાર્તા છે ફુકરે

મસ્તી ભરી વાર્તા છે ફુકરે

ફુકરે એક તરફ કૉલેજ સ્ટુડન્ટ્સની મસ્તી ભરી અને ફુકરેપંતીની વાર્તા છે, તો રીચા ચડ્ઢાની આગામી ફિલ્મ ઇશ્કેરિયા એક ટિપિકલ લવ સ્ટોરી છે કે જેમાં રીચા નીલ સાથે રોમાંસ કરતાં નજરે પડશે.

જુગાડ કરીને પહોંચ્યાં મુંબઈ

જુગાડ કરીને પહોંચ્યાં મુંબઈ

રીચા ચડ્ઢાએ જુગાડ... ગીતના લૉન્ચિંગ પ્રસંગે ખુલાસો કર્યો કે જ્યારે તેઓ દિલ્હીમાં પોતાનાઘરે હતાં, ત્યારે માતા-પિતાને કહ્યું કે તેઓ મુંબઈમાં જર્નલિસ્ટનો કોર્સ કરવા માંગે છે. આ તેમનો મુંબઈ આવવાનો સૌથી મોટો જુગાડ હતો. તેમણે સૌથી ઓછા સમયગાળાનો જર્નલિજ્મનો કોર્સ શોધ્યો અને મુંબઈ આવી ગયાં.

ઓય લક્કી ઓયથી શરુઆત

ઓય લક્કી ઓયથી શરુઆત

રીચા જર્નલિજ્મના કોર્સના બહાને મુંબઈ આવ્યાં અને દિબાકર બૅનર્જીએ તેમને પ્રથમ ચાંસ આપ્યો. દિબકર બૅનર્જીની ઓય લક્કી ઓયથી રીચાનું ફિલ્મી કૅરિયર શરૂ થયું. પછી અનુરાગ કશ્યપની ગૅંગ્સ ઑફ વાસેપુરમાં તેમનો રોલ થોડોક ગંભીર હતો.

ઇશ્કેરિયા અંગે ઉત્સાહિત

ઇશ્કેરિયા અંગે ઉત્સાહિત

રીચા ચડ્ઢા તેમની આગામી ફિલ્મ ઇશ્કેરિયા અંગે ઉત્સાહિત છે. આ એક રોમાંટિક ફિલ્મ છે અને તેમના હીરો નીલ નિતિન મુકેશ છે.

ભોળી પંજાબણનો રોલ

ભોળી પંજાબણનો રોલ

ફુકરે ફિલ્મમાં રીચાએ ભોળી પંજાબણનો રોલ કર્યો છે કે જે ત્રણ છોકરાઓના પૈસા કમાવવાના એક પ્લાનમાં પૈસા રોકે છે. ભોળી પંજાબણનો આ રોલ હટકે અને રોમાંચક છે.

ફુકરેમાં મજા પડી

ફુકરેમાં મજા પડી

રીચાએ જણાવ્યું કે ફુકરે ફિલ્મ કરતાં તેમને ખૂબ મજા પડી. ફરહાન અખ્તર નિર્મિત ફુકરેમાં તેઓ ભોળી પંજાબણ બન્યાં છે, પણ તે ક્યાંયથી ભોળી નથી.

લોકો પણ ઇચ્છતા હતાં

લોકો પણ ઇચ્છતા હતાં

રીચા ચડ્ઢાએ એક વાતચીતમાં જણાવ્યું - જ્યારે મેં ગૅંગ્સ ઑફ વાસેપુરમાં કામ કર્યુ હતું, ત્યારે સૌ કોઈ પૂછતાં કે હું રોમાંસથી ભરપૂર ફિલ્મમાં ક્યારે દેખાઇશ. આખરે મેં નીલ સાથે એક ફિલ્મ સાઇન કરી છે કે જે રોમાંસથી ભરપૂર છે.

રોમાંસથી ભરપૂર ઇશ્કેરિયા

રોમાંસથી ભરપૂર ઇશ્કેરિયા

રીચા ચડ્ઢાએ જણાવ્યું - ફિલ્મનું નામ ઇશ્કેરિયા છે. તેમાં મારા નાચ-ગાન વાળા દૃશ્યો પણ છે કે જે રોમાંસ ધરાવતી ફિલ્મોનો મહત્વનો ભાગ હોય છે. મને આ ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે.

કૉલેજ ગોઇંગ વિદ્યાર્થીઓના રોલમાં

કૉલેજ ગોઇંગ વિદ્યાર્થીઓના રોલમાં

નવોદિત દિગ્દર્શક પ્રેરણા વાધવાનની રોમાંસથી ભરપૂર હાસ્ય ફિલ્મ ઇશ્કેરિયામાં ઋચા ચડ્ઢા તથા નીલ નિતિન મુકેશ કૉલેજ ગોઇંગ વિદ્યાર્થીઓના રોલમાં છે.

ફુકરે 14મીએ રિલીઝ થશે

ફુકરે 14મીએ રિલીઝ થશે

ફરહાન અખ્તર નિર્મિત ફુકરે ફિલ્મ 14મી જૂનના રોજ રિલીઝ થવાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X