કોણ છે આ ક્યુટ બેબી જેની સાથે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે બિમાર ઋષિ કપૂર
એક વાર ફરીથી ઋષિ કપૂર સાથે તેમના એક લવિંગ ફેમિલી મેમ્બરનો ફોટો વાયરલ થયો છે જેને જોઈને ઋષિ કપૂરના ફેન્સ ઘણા ખુશ થયા છે.
હિંદી સિનેમાના સુપર સ્ટાર ઋષિ કપૂર પોતાના સમગ્ર પરિવારથી દૂર ન્યૂયોર્કમાં પોતાની બિમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. જ્યાં તેમની સાથે તેમની પત્ની નીતૂ કપૂર છે. જો કે તેમના પરિવારના લોકો વચ્ચે વચ્ચે તેમને મળવા જતા રહેતા હોય છે. જેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે અને આ ક્રમમાં એક વાર ફરીથી ઋષિ કપૂર સાથે તેમના એક લવિંગ ફેમિલી મેમ્બરનો ફોટો વાયરલ થયો છે જેને જોઈને ઋષિ કપૂરના ફેન્સ ઘણા ખુશ થયા છે.
|
દોહિત્રી સમારા સાથે ખૂબ ખુશ જોવા મળ્યા ઋષિ કપૂર
આ ક્યુટ ફેમિલી મેમ્બરનું નામ છે દોહિત્રી સમારા. આ ફોટાને ઋષિની દીકરી રિદ્ધિમાએ જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે કે જે હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. જો કે તમને જણાવી દઈએ કે આ ફોટો થોડા સમય પહેલાનો છે કારણકે ફોટાનુ કેપ્શન છે - Celebrating NANA's birthday.

બિમારી વિશે વિવિધ પ્રકારના સમાચારો
જો કે ઋષિ કપૂરની બિમારી વિશે વિવિધ પ્રકારના સમાચારો સામે આવતા રહે છે. જો કે હજુ સુધી કપૂર ફેમિલીના કોઈ પણ વ્યક્તિએ ઋષિ કપૂરની બિમારી પર ખુલીને નિવેદન આપ્યુ નથી.
|
બિમારી પર ચૂપ છે કપૂર પરિવાર
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નીતુ કપૂરે નવા વર્ષ પર પરિવારનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યુ હતુ - 2019ની શુભકામનાઓ. આ વર્ષે કોઈ સંકલ્પ નહિ, માત્ર એક ઈચ્છા છે કે ભવિષ્યમાં કેન્સર માત્ર રાશિ નિશાન હોય (કેન્સર ખતમ થઈ જાય) નફરત ના હોય, ગરીબી ઓછી થાય, પ્રેમ અને ખુશીઓ સાથે સાથે વધે અને સૌથી મોટી વાત બધા સ્વસ્થ રહે. નીતુના આ મેસેજ બાદ સમજવામાં આવ્યુ કે ઋષિ કપૂર ન્યૂયોર્કમાં કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે. જો કે આ વિશે કપૂર પરિવાર તરફથી કંઈ કહેવામાં આવ્યુ નથી.
|
ઋષિ કપૂરે કર્યુ હતુ આ ટ્વીટ
તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઈલાજ માટે ન્યૂયોર્ક નીકળતા પહેલા ટ્વિટર દ્વારા પોતાના ફેન્સને માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યુ હતુ કે તે થોડા સમય માટે અમેરિકા જઈ રહ્યા છે અને આનું કારણ મેડીકલ ટ્રીટમેન્ટ છે. ઋષિ કપૂરે પોતાના ફેન્સને દુઃખી ન થવા માટે કહ્યુ છે અને લખ્યુ કે તે જલ્દી પાછા આવશે.












Click it and Unblock the Notifications
