રણબીર-માહિરાની વાયરલ તસવીરો: ઋષિની ટિપ્પણી, એક્ટર્સનો સપોર્ટ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા ઘણાયે સમયથી રણબીર કપૂર અને માહિરા ખાન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ખબરોએ જોર પકડ્યું છે. એવામાં થોડા દિવસો પહેલાં જ રણબીર અને માહિરાની ન્યૂ યોર્કની તસવીરો વાયરલ થતાં જાત-જાતની ચર્ચાઓ થઇ રહી છે. આ તસવીરોમાં રણબીર અને માહિરા બંને ન્યૂ યોર્કની ગલીમાં સિગરેટ પીતા નજરે પડે છે. આ તસવીરો વાયરલ થયા બાદ ખાસ કરીને માહિરા ખાનને અનેક નેગેટિવ કોમ્ન્ટ્સનો સામનો કરવો પડ્યો છે. આ અંગે વિવિધ સેલિબ્રિટીઝે પણ સ્ટેટમેન્ટ આપ્યા છે. આ અંગે ઋષિ કપૂરે પણ નિવેદન આપ્યું છે.

રણબીરની પ્રાઇવસીમાં દખલ કરવી અયોગ્ય

રણબીરની પ્રાઇવસીમાં દખલ કરવી અયોગ્ય

હિંદુસ્તાન ટાઇમ્સ સાથે આ અંગે વાત કરતાં ઋષિ કપૂરે કહ્યું હતું કે, મેં તેમની તસવીરો ટ્વીટર પર જોઇ હતી, કારણ કે હું બીજા કોઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ નથી. પરંતુ આ વિશે મને પણ કોઇ વિશેષ જાણકારી નથી. રણબીર યંગ છે, અનમેરિડ છે, તે જેને ઇચ્છે એને મળી શકે છે. લોકો તેની પ્રાઇવસીમાં દખલ કરે એ યોગ્ય નથી.

રણબીર જેને ઇચ્છે તેને મળી શકે છે

રણબીર જેને ઇચ્છે તેને મળી શકે છે

રણબીર અને માહિરાના અફેરની ખબરો અંગે ઋષિએ કહ્યું કે, હું આ બધા અંગે કંઇ ના કહી શકું, કારણ કે રણબીર ઇચ્છે તે યુવતીને મળી શકે છે. માત્ર આ તસવીર જોઇને કંઇ પણ કહેવું યોગ્ય નથી. બની શકે કે એ બંને ત્યાં બહાર મળ્યા હોય કે કોઇ એવી જગ્યાએ મળ્યા હોય જ્યાં સ્મોક કરવાની છૂટ નથી. ન્યૂ યોર્કમાં અંગેના નિયમો ખૂબ કડક છે. હું આ અંગે કંઇ વધારે કહી શકું એમ નથી, કારણ કે મને કંઇ ખાસ ખબર નથી.

રણબીર કપૂર અને માહિરા ખાન

રણબીર કપૂર અને માહિરા ખાન

નોંધનીય છે કે, ગત વર્ષે રણબીર અને માહિરા ગ્લોબલ ટીચર પ્રાઇઝ ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા અને ત્યારથી આ બંને વચ્ચેના અફેરની ખબરો ઉડી હતી. હવે આ વાયરલ તસવીરો બાદ એ ખબરોએ વધુ જોર પકડ્યું છે. વળી માહિરા ખાનના ફેન્સ તેની આ તસવીરો પર અનેક નેગેટિવ કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.

બોલિવૂડ સ્ટાર્સે કર્યો માહિરાને સપોર્ટ

બોલિવૂડ સ્ટાર્સે કર્યો માહિરાને સપોર્ટ

માહિરાને તેના ડ્રેસિંગથી માંડીને સિગરેટ પીવા માટે નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવો પડી રહ્યો છે, એવામાં વરુણ ધવન, તાપસી પન્નૂ અને અલી ઝફર જેવા એક્ટર્સે તેનો સાથ આપ્યો છે. વરુણ અને તાપસીએ પોતાના રિસન્ટ ઇન્ટરવ્યુમાં માહિરાને આ રીતે અપમાનીત કરતા લોકો તરફ ગુસ્સો વ્યક્ત કર્યો હતો, તો અલી ઝફરે માહિરાને સપોર્ટ કરતો એક લેટર ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.

અલી ઝફરનો પત્ર

અલી ઝફરે ટ્વીટર પર આ પત્ર પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું હતું કે, આપણને શું થઇ ગયું છે? આપણે સંવદેનશીલતા ગુમાવી બેઠા છીએ? દરેક મહિલાને પોતાના નિર્ણયો જાતે લેવાનો અધિકાર છે(જ્યાં સુધી તે અન્ય કોઇ જીવને નુકસાન ન પહોંચાડતો હોય), દરેક પુરૂષની માફક જ. આપણી પ્રતિક્રિયા આપણું ચારિત્ર્ય દર્શાવે છે.

રણબીરની પંસદ માહિરા?

રણબીરની પંસદ માહિરા?

રણબીરના એક ક્લોઝ ફ્રેન્ડે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રણબીરને માહિરા ખૂબ પસંદ છે, તે ઘણીવાર એના વિશે વાતો કરે છે અને તેના ફોટો પોતાના મિત્રને બતાવે છે. રણબીરને પણ તેના એક ઇન્ટરવ્યુમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, તેને મતે કઇ એક્ટ્રેસ સુંદર છે? ત્યારે તેણે માહિરા ખાનનું નામ આપ્યું હતું.

માહિરા ખાને પણ આપ્યો હતો જવાબ

માહિરા ખાને પણ આપ્યો હતો જવાબ

તો બીજી બાજુ મહિરાને જ્યારે બોલિવૂડના યંગ એક્ટર્સ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, યંગ એક્ટર્સમાંથી મને રણબીર કપૂર ખૂબ પંસદ છે. મારા મતે તે બ્રિલિયન્ટ એક્ટર છે. માહિરા અને રણબીરના જવાબો તથા ઋષિ કપૂરના રણબીરની પ્રાઇવસી અંગેના નિવેદન પરથી આ બંને વચ્ચે અફેર હોવાની શક્યતા વધી જાય છે.

English summary
Heres how Rishi Kapoor has to say about son Ranbir Kapoor and Mahira Khans viral pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.