Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રિયા સેને સોશિયલ મીડિયા પર શેર કરી Super Hot થ્રોબેક તસવીર

રિયા સેને સોશિયલ મીડિયા પર શેર કર્યો થ્રોબેક ફોટો

એક્ટ્રેસ રિયા સેન પોતાની હોટ અને બોલ્ડ તસવીરો માટે ઘણીવાર ચર્ચામાં રહે છે. રિયા સેને થોડા દિવસો પહેલાં જ પોતાના લોંગટાઇમ બોયફ્રેન્ડ સાથે અચાનક લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. હવે તેણે પોતાની એક જૂની બિકિનીવાળી તસવીર શેર કરી ફેન્સને ફરી સરપ્રાઇઝ આપ્યું છે.

રિયા સેન

રિયા સેન

રિયા સેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે. આ તસવીરમાં રિયા અત્યંત સુંદર અને હોટ લાગી રહી છે. રિયા સેન હાલ બોલિવૂડ ફિલ્મોથી દૂર છે, પરંતુ તેની તસવીરોને કારણે તે ઘણીવાર સમાચારમાં ચમકતી રહે છે.

ગુપચુપ કર્યા લગ્ન

ગુપચુપ કર્યા લગ્ન

રિયા સેને 16 ઓગસ્ટ, 2017ના રોજ પોતાના લોંગટાઇમ બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે પૂનામાં ગુપચુપ લગ્ન કરી લીધાં હતા. આ લગ્ન સમારંભમાં માત્ર તેના પરિવારજનો અને ક્લોઝ ફ્રેન્ડ્ઝ જ હાજર રહ્યાં હતા. આ અંગે કોઇ જાણકારી બહાર પાડવામાં નહોતી આવી.

રાઇમા સેને કન્ફર્મ કરી લગ્નની વાત

રાઇમા સેને કન્ફર્મ કરી લગ્નની વાત

રિયા સેન, મુનમુન સેન કે બહેન રાઇમા સેન દ્વારા તેના લગ્ન અંગે કોઇ જ જાણકારી બહાર પાડવામાં નહોતી આવી. લગ્નના એક દિવસ બાદ રિયાની બહેન રાઇમાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર રિયાના લગ્નની એક સુંદર તસવીર શેર કરતાં વાત કન્ફર્મ થઇ હતી. જો કે, રિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની કોઇ તસવીર શેર નથી કરી.

ફેન્સ અને મીડિયા આશ્ચર્યચકિત

ફેન્સ અને મીડિયા આશ્ચર્યચકિત

પ્રાપ્ત માહિતી અનુસાર, રિયાના લગ્ન 1 સપ્ટેમ્બર, 2017ના રોજ થવાના હતા, પછી અચાનક શા માટે લગ્નની તારીખ આગળ કરવામાં આવી એ પ્રશ્ન ઘણાને થયો હતો. રિયા સેન અને શિવમ તિવારી ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને તેમણે ક્યારેય પોતાનું રિલેશન છુપાવવાનો પ્રયત્ન નથી કર્યો, તો પછી લગ્નની વાત શા માટે છુપાવી એ પણ એક સવાલ છે.

કોણ છે શિવામ તિવારી?

કોણ છે શિવામ તિવારી?

રિયાએ ભલે લગ્નની વાત પોતાના ફેન્સ સાથે જાતે શેર ના કરી હોય, પરંતુ તેણે લગ્ન બાદના દિવસોમાં પોતાના અને શિવમના ઘણા સુંદર ફોટોગ્રાફ્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. રિયાનો પતિ શિવમ તિવારી એક ફોટોગ્રાફર છે.

રાગિની એમએમએસ 2.2

રાગિની એમએમએસ 2.2

રિયા છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ ફિલ્મોથી દૂર છે, પરંતુ તે બંગાળી ફિલ્મોમાં એક્ટિવ હતી. સાથી જ તે એક્તા કપૂરની આગામી વેબ સીરિઝ 'રાગિની એમએમએસ 2.2'માં પણ જોવા મળનાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X