For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પૂરા પચ્ચીસ કરોડમાં બની છે શોલે 3ડી!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 9 નવેમ્બર : બૉલીવુડ માટે માઇલસ્ટોર બનેલી ફિલ્મ શોલેની 3ડી આવૃત્તિ પૂરા 25 કરોડમાં બનીને તૈયાર થઈ ગઈ છે. આ વાત જે કોઈએ સાંભળી, તેને આશ્ચર્ય થયું, પણ શોલે 3ડી રજૂ કરનાર કમ્પની પન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રમુખ જયંતીલાલ ગડાએ જણાવ્યું - શોલે 3ડી ઉપર અત્યાર સુધી 25 કરોડ રુપિયા ખર્ચાઈ ચુક્યાં છે. ગડાની આ વાત સૌએ માનવી જ પડી.

વર્ષ 1975ની સુપરહિટ ફિલ્મ શોલેના નિર્માતા-દિગ્દર્શક રમેશ સિપ્પી હતાં. તેમણે ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમા માલિની, સંજીવ કપૂર, જયા ભાદુરી તથા અમઝદ ખાન સાથે ફિલ્મી કૅનવાસ પર એવી ફિલ્મ રજૂ કરી હતી કે જેણે ઇતિહાસ રચ્યો હતો. આજની પેઢીની પણ આ ફૅવરિટ ફિલ્મ છે. રમેશ સિપ્પી પોતે પણ સ્વીકાર કરે છે કે તેઓ બીજી વાર આવી ફિલ્મ ન બનાવી શક્યાં.

પેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રમુખ જયંતીલાલ ગડાએ ગઈકાલે શોલે 3ડી ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - શોલે સાથે મારો બહુ લગાવ છે. તેથી મેં તેના 3ડી ફૉર્મેટ અંગે વિચાર્યું. તેમણે જણાવ્યું કે 1975માં જ્યારે શોલે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે તેના સંવાદોને ટિકિટ વેચવા માટે ઉપયોગ કરાયો હતો અને પાંચ વર્ષ સુધી આ ફિલ્મ હાઉસફુલ હતી. મેં 1995થી લઈ અત્યાર સુધી શોલે સાથે જોડાયેલા અનેક હકો ખરીદી લીધાં છે.

આવો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વિગતો :

શોલે 3ડીનું ટ્રેલર લૉન્ચ

શોલે 3ડીનું ટ્રેલર લૉન્ચ

1975ની સુપરહિટ ફિલ્મ શોલેની 3ડી આવૃત્તિ બનીને તૈયાર છે. ગઈકાલે શોલે 3ડીનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું.

વર્ષો બાદ એક મંચ પર

વર્ષો બાદ એક મંચ પર

શોલે 3ડી ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે વર્ષો બાદ બૉલીવુડના જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર્સ સલીમ ખાન અને જાવેદ અખ્તર એક મંચ ઉપર આવ્યા હતાં.

25 કરોડ ખર્ચ

25 કરોડ ખર્ચ

ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે ફિલ્મ નિર્માતા બોની કપૂર પણ હાજર રહ્યા હતાં. શોલે 3ડીની નિર્માતા કમ્પની પેન ઇન્ડિયાના પ્રમુખ જયંતીલાલ ગડાના જણાવ્યા મુજબ 3ડી આવૃત્તિ ઉપર 25 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.

જોરદાર સંવાદ

જોરદાર સંવાદ

રમેશ શિપ્પી નિર્મિત શોલે ફિલ્મ 1975માં રિલીઝ થઈ હતી. ફિલ્મ તેના જોરદાર સંવાદોના કારણે બૉલીવુડની ઐતિહાસિક ફિલ્મ સાબિત થઈ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, અમઝદ ખાન તથા જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતાં.

રીમેક નિષ્ફળ

રીમેક નિષ્ફળ

રામ ગોપાલ વર્માએ 1991માં શોલેની રીમેક રામગઢ કે શોલે બનાવી હતી કે જે નિષ્ફળ નિવડી હતી. જોઇએ હવે શોલે 3ડી સાથે દર્શકો કેવો ન્યાય કરે છે? (શોલે 3ડીના ટ્રેલર લૉન્ચિંગની વધુ તસવીરો જોવા ક્લિક કરો)

English summary
The 3D version of iconic Bollywood film "Sholay" has cost the presenters roughly Rs.25 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X