રૂબીના દિલાઈકની ભૂરી આંખોના કાયલ થયા ફેન્સ, દુનિયાની સૌથી સુંદર મહિલાને ટક્કર આપી રહી છે!
રૂબીના દિલાઈકની ગણતરી લોકપ્રિય ટીવી અભિનેત્રીઓમાં થાય છે. છોટી બહુથી લઈને બિગ બોસ 14ની વિજેતા સુધી, રૂબીનાએ ચાહકોના દિલ પર રાજ કર્યું છે. આ દરમિયાન રૂબીનાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.
રૂબીના દિલાઈકની ગણતરી લોકપ્રિય ટીવી અભિનેત્રીઓમાં થાય છે. છોટી બહુથી લઈને બિગ બોસ 14ની વિજેતા સુધી, રૂબીનાએ ચાહકોના દિલ પર રાજ કર્યું છે. આ દરમિયાન રૂબીનાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.

પર્પલ આઉટફીટમાં રૂબીના
રૂબિના દિલાઈકે તાજેતરમાં જ પર્પલ રંગના આઉટફિટમાં કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી છે. અભિનેત્રીની તસવીરો પર ચાહકો પોતાનો પ્રેમ લૂટાવી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ રૂબીના દિલાઈકની આ તસવીરો જોયા બાદ તેના ફેન્સ કહી રહ્યા છે કે તું બિલકુલ ઐશ્વર્યા રાય જેવી લાગે છે.
આઈ મેકઅપે ફેન્સને પાગલ કર્યા
આ લુકને વધુ આકર્ષક બનાવવા માટે રૂબીના દિલાઈકે આઈ મેકઅપ કરાવ્યો છે. તસવીરો જોયા બાદ ફેન્સ તેની આંખોના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી વખતે, રૂબીના દિલાઈકે ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ પણ આપ્યા છે. અભિનેત્રીએ કહ્યું કે ત્રીજી લહેરે તેની તબિયત ફરી બગાડી છે.

રૂબીના કોરોનાને ટક્કર આપી રહી છે
રૂબીનાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, કોરોના મારા જુસ્સા અને શક્તિને ખતમ કરી શક્યો નથી. હું મારા જીવનની નાની નાની ખુશીઓ ઉજવું છું. ત્યારે જ જીવન એટલું મધુર બની જાય છે. ઈન્સ્ટાગ્રામ પર રૂબીના વિવિધ પ્રકારના શાનદાર આઉટફિટ્સમાં ફોટોશૂટ કરીને તસવીરો શેર કરતી રહે છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ આઉટફિટ ચાહકોને રૂબીનાનો દરેક અવતાર ફેન્સને ગમે છે.












Click it and Unblock the Notifications
