Sad News: મંદિરા બેદીના પતિ વિકી કૌશલનુ 49 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, બૉલિવુડમાં શોક

જાણીતી અભિનેત્રી મંદિરા બેદીના પતિ અને ડાયરેક્ટર-પ્રોડ્યુસર રાજ કૌશલનુ આજે સવારે નિધન થઈ ગયુ છે.

મુંબઈઃ બૉલિવુડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતી અભિનેત્રી મંદિરા બેદીના પતિ અને ડાયરેક્ટર-પ્રોડ્યુસર રાજ કૌશલનુ આજે સવારે નિધન થઈ ગયુ છે. મીડિયા રિપોર્ટ મુજબ હાર્ટ એટેકના કારણે રાજ કૌશલનુ મોત થઈ ગયુ છે. તેઓ માત્ર 49 વર્ષના હતા. તમને જણાવી દઈએ કે રાજ કૌશલે રવિવારે જ દોસ્તો સાથે પાર્ટી કરી હતી અને સોમવારે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને જણાવ્યુ હતુ કે 'તેમનો રવિવારનો દિવસ શાનદાર રહ્યો.'

રાજ કૌશલનુ હાર્ટ એટેકથી નિધન

રાજ કૌશલનુ હાર્ટ એટેકથી નિધન

ઉલ્લેખનીય છે કે રાજે પ્યાર મે કભી-કભી, શાદી કા લડ્ડુ, એંથની કૌન હે જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી હતી. વળી, તેમણે માય બ્રધર નિખિલ, શાદી કા લડ્ડુ પ્યાર મે કભી-કભી જેવી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી. તેમના અચાનક મોતથી બૉલિવુડ એક વાર ફરીથી શોકમાં ડૂબી ગયુ છે.

વર્ષ 1999માં રાજ કૌશલે મંદિરા બેદી સાથે કર્યા પ્રેમ લગ્ન

વર્ષ 1999માં રાજ કૌશલે મંદિરા બેદી સાથે કર્યા પ્રેમ લગ્ન

તમને જણાવી દઈએ કે વર્ષ 1999માં રાજ કૌશલે મંદિરા બેદી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેને લગ્નથી એક દીકરો છે અને ગયા વર્ષે બંનેએ એક દીકરીને દત્તક લીધી હતી જેનુ નામ તારા બેદી છે. હાલમાં જ ફાધર્સ ડે પર રાજ કૌશલે પોતાના પરિવાર સાથે એક ફોટો શેર કર્યો હતો જેની ખુશી એ ફોટામાં જોઈ શકાતી હતી. ફોટો પોસ્ટ કરતી વખતે રાજ-મંદિરાએ ક્યારેય વિચાર્યુ નહિ હોય કે આ તેમનુ અંતિમ ફાધર્સ ડે સેલિબ્રેશન હશે.

રાજ કૌશલને આજે સવારે આવ્યો હાર્ટ એટેક

રાજ કૌશલને આજે સવારે આવ્યો હાર્ટ એટેક

રાજ કૌશલના નિધનની પુષ્ટિ તેમના પરિવાર તરફથી કરી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે રાજ કૌશલને આજે સવારે 4.30 વાગે ઘરમાં હાર્ટ એટેક આવી ગયો અને ડૉક્ટર પાસે લઈ જતા પહેલા જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. રાજ કૌશલના નિધન પર બૉલિવુડની તમામ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.

'બીજી તરફ મળીએ મારા ભાઈ...'

'બીજી તરફ મળીએ મારા ભાઈ...'

રાજ કૌશલના એક નજીકના મિત્રોમાંના એક રોહિત બોસે પોતાના મિત્રના નિધન પર ઉંડો શોક વ્યક્ત કરીને એક ફોટો શેર કર્યો છે અને એક નોટ લખી છે કે 'રાજ, મારા દોસ્ત, મારા ભાઈ.. જ્યાં પણ તમારુ આગલુ રહેઠાણ હોય ત્યાં ખુશીઓ ફેલાવતા રહો.. સારા ઘરો માટે તમારી રુચિ જાણીને, મને વિશ્વાસ છે કે તમે અત્યારે સ્વર્ગમાં સારા સ્થળની શોધ કરી રહ્યા છો! અમે બધા તમને ખૂબ પ્રેમ કરતા હતા અને તમે જાણો છો કે... દૂર્ભાગ્યથી, અમે કહેતા રહ્યા કે આવતા સપ્તાહે, આવતા સપ્તાહે અને તે સપ્તાહ ક્યારેય ન આવ્યુ. બીજી તરફ મળીએ છે મારા ભાઈ...'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X