For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થોડુંક છુપાવો, થોડુંક બતાવો : તિગ્માંશુ ધુલિયા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 ફેબ્રુઆરી : થોડાંક દિવસ અગાઉ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટે જણાવ્યુ હતું કે દરેક બાબત સમાજના લોકો સામે હોવી જોઇએ. ખાસ તો સેક્સ અને તેનાથી જોડાયેલી વાતો. તેથી તેમની ફિલ્મ માત્ર ઓપન અને બોલ્ડ હોય છે, તો બીજી બાજુ ફિલ્મી દુનિયાના બીજા મહારથી નિર્માતા-દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાએ જણાવ્યું છે કે સેક્સ અંગે ફિલ્મોમાં અતિ ન થવી જોઇએ. ફિલ્મ થોડુંક છુપાવો અને થોડુંક બતાવો વાળી પ્રવૃત્તિ પર બનાવવી જોઇએ કે જેથી ફિલ્મ જોનારાઓના મનમાં ઉત્સુકતા તથા જિજ્ઞાસા જળવાઈ રહે.

saheb-biwi-aur-gangster-returns

ધુલિયાએ પોતાની આવનાર ફિલ્મ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ સંદર્ભે જણાવી હતી. તેમનું કહેવું છે કે તેમની ફિલ્મમાં નથી ઇંટીમેટ સીન્સની અધિકતા કે નથી ઉણપ. તેમની ફિલ્મ લોકો જરૂર પસંદ કરશે.

તેમણે જણાવ્યું કે ફિલ્મમાં કામુકતાની એક મર્યાદા છે કે જેનો ભંગ કરવો તેઓને પસંદ નથી. નોંધનીય છે કે સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ ફિલ્મ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટરની સિક્વલ છે. સિક્વલ 8મી માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે, તો બીજી માહુ મહેશ ભટ્ટની મલ્ટી સેક્સ પાર્ટનરની હિમાયત કરતી ફિલ્મ મર્ડર 3 આગામી 15મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

English summary
Saheb, Biwi Aur Gangster Returns is sexy but not Vulgar said Tigmanshu Dhulia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X