For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : બુલેટ રાજામાં સૈફ છવાયાં, તો સોનાક્ષી પણ શ્રેષ્ઠ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 સપ્ટેમ્બર : સૈફ અલી ખાનની રેસ 2 તથા ગો ગોવા ગોન બાદ ત્રીજી ફિલ્મ બુલેટ રાજા ટુંકમાં જ રિલીઝ થવાની છે. આ વર્ષે રિલીઝ થતી બુલેટ રાજા ફિલ્મમાં સૈફે પોતાના લુક્સ તેમજ બૉડી ઉપર ખાસ ધ્યાન આપ્યું છે. બુલેટ રાજા અંગે વાત કરતાં સૈફે જણાવ્યું કે બુલેટ રાજા માટે તેમણે પોતાની ફિટનેસ ઉપર ઘણુ ધ્યાન આપ્યું છે અને સાથે જ તેમની બૉડી અગાઉ કરતા વધુ શેપમાં તથા શ્રેષ્ઠ થઈ ગઈ છે.

બુલેટ રાજાના ફર્સ્ટ લુકને જોયા બાદ તમામ ફૅન્સ પણ ખુશ છે, કારણ કે સૈફ અલી ખાન તથા સોનાક્ષી સિન્હા બંનેના લુક્સ ખૂબ જ શ્રેષ્ઠ નજરે પડે છે. સૈફે જણાવ્યું કે બુલેટ રાજા ઉત્તર પ્રદેશના એક માફિયાના જીવન પર આધારિત ફિલ્મ છે કે જેમાં ભરપૂર એક્શન છે. એક્શન ફિલ્મ કરવા માટે જ તેમને પોતાની ફિટનેસ ઉપર ધ્યાન આપવુ પડ્યું. ટ્રેલર જોયા બાદ લોકોએ ઘણા પૉઝિટિવ રિસ્પૉન્સ આપ્યાં છે. લોકોને સૈફના લુક્સ ઘણા સારા લાગી રહ્યાં છે, તો સોનાક્ષી સિન્હાનું સૌંદર્ય પણ લોકોને બહુ ગમ્યું છે.

બુલેટ રાજા ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ તો ત્યારે કે જ્યારે તેઓ લખનઉ હતાં. બુલેટ રાજાની બૉક્સ ઑફિસે સફળતાને લઈને સૈફ અલી ખાન આશ્વસ્ત છે અને તેમનું કહેવું છે કે બુલેટ રાજા પણ આ વર્ષની હિટ ફિલ્મોમાંની એક હશે. રેસ 2 બાદ સૈફની આ બીજી ફિલ્મ હશે કે જે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવશે. આ અગાઉ ગો ગોવા ગોન ફિલ્મ ફ્લૉપ ગઈ હતી.

ફર્સ્ટ લુક બેસ્ટ

ફર્સ્ટ લુક બેસ્ટ

બુલેટ રાજામાં સૈફ-સોનાક્ષીના લુક્સની કેટલીક તસવીરો લીક થઈ છે. તે જોયા બાદ લોકોના હકારાત્મક પ્રત્યાઘાત સાંપડ્યાં છે. સચિને લખ્યું છે કે બુલેટ રાજામાં સૈફનો લુક સાચે જ બહેતરીન છે.

ટ્રેલર તો ફાડૂ છે યાર

ટ્રેલર તો ફાડૂ છે યાર

ટ્રેલર જોયા બાદ આશીષે ટ્વીટ કર્યું - બુલેટ રાજાનું ટ્રેલર જોયું. સૈફ-સોનાક્ષી શું લાગે છે. સૈફ તો એકદમ અલગ જ દેખાય છે, તો સોના ખૂબ જ ચાર્મિંગ.

સૈફ બૅક ઇન એક્શન

સૈફ બૅક ઇન એક્શન

કિયારાએ ટ્વીટ કર્યું - સૈફની બુલેટ રાજાનું ટ્રેલર જોયું. ઇટ્સ માઇંડ બ્લૉઇંગ. સૈફ બહેતરીન છે ને સોનાક્ષી પણ. લાગે છે કે સૈફ બૅક ઇન એક્શન. આ ફિલ્મ તો રૉક કરશે.

બુલેટ રાજા તો હિટ છે બૉસ

બુલેટ રાજા તો હિટ છે બૉસ

બુલેટ રાજામાં સૈફ-સોનાક્ષીના લુક્સ તથા ટ્રેલર જોયા બાદ લોકોના જેવા રિએક્શન આવે છે, તેનાથી લાગે છે કે ફિલ્મ ચોક્કસ હિટ થશે.

સૈફ વધુ ફિટ

સૈફ વધુ ફિટ

સૈફે જણાવ્યું કે તેઓ પહેલા કરતાં વધુ ફિટ છે. આ ફિલ્મ માટે તેમણે ફિટનેસ ઉપર વધુ ધ્યાન આપ્યુ છે.

English summary
Saif Ali Khan and Sonakshi Sinah starrer movie Bullet Raja is getting positive response from audience. Bullet Raja is a story of a UP mafia and Saif Ali Khan is playing all action hero character in movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X