કરીનાએ સૈફ નહિં, સાજિદ સાથે લગ્ન કર્યાં !
મુંબઈ, 17 ઑક્ટોબર : ચોંકી ગયાને આપ? અરે હેરાન થવાની જરૂર નથી. આપની લવિંગ બેબો કરીના કપૂર સૈફ અલી ખાનના જ બેગમ બન્યાં છે. હકીકતમાં સૈફ અલી ખાનનું સાચુ નામ સાજિદ ખાન છે અને તે જ નામ સૈફે પોતાના મૅરેજ પ્રમાણપત્રમાં લખાવ્યું છે. તેથી પ્રમાણપત્ર મુજબ કરીના કપૂર સૈફના નહિં, પણ સાજિદ ખાનના પત્ની થયાં છે.

કોર્ટ મૅરેજ માટે કરીના તરફથી મોટા બહેન કરિશ્મા કપૂર તેમજ સૈફ તરફથી તેના બહેન સોહા અલી ખાન સાક્ષી બન્યાં. મંગળવારે કોર્ટ મૅરેજ કર્યા બાદ સૈફ-કરીનાએ તાજમહલ હોટેલમાં એક રિસેપ્શન યોજ્યુ હતું. તેમાં બૉલીવુડની જાણીતી હસ્તીઓ પહોંચી હતી. રિસેપ્શન પહેલાં કરીના-સૈફે નિકાહ પઢ્યાં. પછી બંને પાર્ટીમાં શામેલ થયાં.
નોંધનીય છે કે મંગળવારે સૈફ-કરીનાએ રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં છે. તમામ ઔપચારિકતાઓ સૈફના ઘરે સમ્પન્ન થઈ.












Click it and Unblock the Notifications
