Pics : નશાખોરી વિરુદ્ધ અવાજ ઉઠાવશે સૈફ અલી ખાન
મુંબઈ, 8 મે : સૈફ અલી ખાન અભિનીત ગો ગોવા ગોનના દિગ્દર્શક રાજ નિધિમોરૂ તથા કૃષ્ણ ડીકે તેમજ કલાકાર સૈફ અલી ખાન ફિલ્મના પ્રમોશન દરમિયાન નશાખોરી વિરુદ્ધ અવાજ ઉઠાવશે. ગો ગોવા ગોન ભારતની પ્રથમ ઝોમ્બી ફિલ્મ હશે.
ફિલ્મ અંગે એક પ્રેસ કૉન્ફરંસ યોજાઈ કે જેમાં સૈફ અલી ખાન અને પૂજા ગુપ્તા પણ હાજર હતાં. દિગ્દર્શકોએ જણાવ્યું કે સામાન્ય રીતે લોકો એમ માને છે કે પ્રવાસીઓ રિલેક્સ થવા, આરામ કરવા અને કેટલીક સુખદ પળો પસાર કરવા ગોવા જાય છે. અમારી ફિલ્મની વાર્તા પણ આ જ છે કે આ એક દિવસ ત્યાં શું થાય છે. ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાને રશિયાના એક માફિયાનો રોલ ભજવ્યો છે. સૈફ ઉપરાંત કુણાલ ખેમૂ, વીર દાસ, આનંદ તિવારી તથા પૂજા ગુપ્તા પણ છે ફિલ્મમાં.
દિગ્દર્શકોએ જણાવ્યું - અમારા માટે સૈફનો લુક નક્કી કરવો એક મોટો પડકાર હતો. અમે તેમના લુક અંગે અનેક પ્રયોગો કર્યાં. તેના માટે અમે ઑસ્ટ્રેલિયન નિષ્ણાતો શૉન તથા ટૉમ લૂથરાની પણ મદદ લીધી. અમે ઇચ્છતા હતાં કે સૈફનો લુક ઝોમ્બીથી પ્રભાવિત દેખાય. તેના માટે તેમને બૉડી લૅંગ્વેજ ઉપર પણ કામ કરવુ પડ્યું.
ગો ગોવા ગોન ફિલ્મ આગામી શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે. દિગ્દર્શકો ફિલ્મની સફળતા અંગે ચિંતિત નથી. તેમને આશા છે કે આ ફિલ્મ દર્શકોને જરૂર ગમશે. ફિલ્મના નિર્માતા સૈફ અલી ખાન છે.
આવો તસવીરોમાં જોઇએ ગો ગોવા ગોનનું પ્રમોશન.

પ્રેસ કૉન્ફરંસમાં પૂજા ગુપ્તા
ગો ગોવા ગોન ફિલ્મ અંગે યોજાયેલી પ્રેસ કૉન્ફરંસમાં અભિનેત્રી પૂજા ગુપ્તા.

પ્રેસ કૉન્ફરંસમાં સૈફ અલી ખાન
પ્રેસ કૉન્ફરંસમાં ઉપસ્થિત નિર્માતા અને અભિનેતા સૈફ અલી ખાન.

આઈપીએલ એક્સ્ટ્રા ઇનિંગમાં પ્રમોશન
ગો ગોવા ગોનના નિર્માતા અને અભિનેતા સૈફ અલી ખાને તાજેતરમાં જ આઈપીએલ એક્સ્ટ્રા ઇનિંગ પ્રોગ્રામમાં ફિલ્મનું પ્રમોશન કર્યું.

આઈપીએલ એક્સ્ટ્રા ઇનિંગમાં પ્રમોશન
ગો ગોવા ગોનના નિર્માતા અને અભિનેતા સૈફ અલી ખાને તાજેતરમાં જ આઈપીએલ એક્સ્ટ્રા ઇનિંગ પ્રોગ્રામમાં ફિલ્મનું પ્રમોશન કર્યું.

આઈપીએલ એક્સ્ટ્રા ઇનિંગમાં પ્રમોશન
ગો ગોવા ગોનના નિર્માતા અને અભિનેતા સૈફ અલી ખાને તાજેતરમાં જ આઈપીએલ એક્સ્ટ્રા ઇનિંગ પ્રોગ્રામમાં ફિલ્મનું પ્રમોશન કર્યું.

મુંબઈમાં પ્રમોશન
ગો ગોવા ગોન ફિલ્મનું મુંબઈમાં પ્રમોશન.

મુંબઈમાં પ્રમોશન
ગો ગોવા ગોન ફિલ્મનું મુંબઈમાં પ્રમોશન.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
