For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલીપ કુમારના નિધનની અફવા પર સાયરા બાનો નારાજ, કહ્યુ - 'વૉટ્સએપ ફૉરવર્ડ પર ભરોસો ના કરો, સાહેબ ઠીક છે'

વૉટ્સએપ પર દિલીપ કુમારના નિધનના સમાચાર ફૉરવર્ડ થવા લાગ્યા. જેના પર પત્ની સાયરાબાનોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને રવિવારે(6 જૂન) મુંબઈના ખારની પીડી હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારને છેલ્લા થોડા દિવસોથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ માહિતી ખુદ તેમના ટવિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી. હાલમાં દિલીપ કુમારની સ્થિતિ સ્થિર છે. તેઓ જલ્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. દિલીપ કુમારના હોસ્પિટલમાં ભરતી થયા બાદ તેમના નિધનની અફવાઓ ઉડવા લાગી. વૉટ્સએપ પર દિલીપ કુમારના નિધનના સમાચાર ફૉરવર્ડ થવા લાગ્યા. જેના પર પત્ની સાયરાબાનોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ છે કે દિલીપ કુમારની સ્થિતિ સ્થિર છે.

'વૉટ્સએપ ફૉરવર્ડ પર ભરોસો ના કરો, સાહેબની સ્થિતિ સ્થિર છે'

'વૉટ્સએપ ફૉરવર્ડ પર ભરોસો ના કરો, સાહેબની સ્થિતિ સ્થિર છે'

અભિનેત્રી અને દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ દિલીપ કુમારના અધિકૃત ટ્વિટર હેન્ડલથી નિધનની અફવાઓ પર વિરામ લગાવ્યુ. સાયરાબાનો લખે છે, 'વૉટ્સએપ ફૉરવર્ડ પર ભરોસો ના કરો. સાહેબની સ્થિતિ સ્થિર છે. આભાર તમે દિલથી દુઆઓ અને પ્રાર્થનાઓ કરી. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર તે બે-ત્રણ દિવસમાં ઘરે હશે. ઈંશાલ્લાહ.'

દિલીપકુમારની તબિયત પર ડૉક્ટરોએ શું કહ્યુ?

દિલીપકુમારની તબિયત પર ડૉક્ટરોએ શું કહ્યુ?

દિલીપ કુમારને રવિવારે(6 જૂન) મુંબઈના ખારની પીડી હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારનો ઈલાજ કરનાર ડૉક્ટરોએ કહ્યુ કે દિલીપ કુમારને છેલ્લા 2 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. પીડી હિંદુજા હોસ્પિટલમાં દિલીપ કુમારનો ઈલાજ કરી રહેલ પલ્મોનોલૉજિસ્ટ ડૉ. જલીલ પારકરે હેલ્થ અપડેટ આપી અને કહ્યુ કે, 'અનુભવી અભિનેતા દિલીપ કુમારને બાઈલેટરલ પ્લ્યુરલ ઈફ્યુઝન થયુ છે જેના કારણે તેમને આઈસીયુમાં ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમની સ્થિતિ હવે સ્થિર છે. ભલે તે આઈસીયુમાં છે પરંતુ વેંટીલેટર પર નથી. અમે પૂરી કોશિશ કરી રહ્યા છે કે તે જલ્દી ઠીક થઈ જાય અને ઘરે પાછા જતા રહે.' તમને જણાવી દઈએ કે છાતીની અંદર ફેફસાની ચારે તરફ પાણીના જમાવડાને મેડિકલ ભાષામાં પ્લ્યુરલ ઈફ્યુઝન કહે છે. છાતીમાં વારંવાર પાણીનો જમાવડો થવાથી ફેફસા પર દબાણના કારણે શ્વાસ ફૂલવા લાગે છે.

ગયા મહિને પણ હોસ્પિટલમાં ભરતી થયા હતા દિલીપ કુમાર

ગયા મહિને પણ હોસ્પિટલમાં ભરતી થયા હતા દિલીપ કુમાર

ડૉ. જલીલ પારકરે દિલીપ કુમારની હેલ્થ અપડેટ આપીને કહ્યુ છે કે 2થી 3દિવસમાં તેમને અમે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દઈશુ. 98 વર્ષીય અભિનેતા દિલીપ કુમારને ગયા મહિને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે બે દિવસ બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી. એ વખતે પણ કહેવામાં આવ્યુ હતુ કે તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે અને રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

English summary
Saira Banu reaction on Dilip Kumar's death rumours, Don't believe in WhatsApp Forwards, he is stable'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X