'મારુ કેરેક્ટર ઢીલુ હતુ, મે ઘણી છોકરીઓને....', છેવટે સાજિદ ખાને કબૂલ્યુ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

સાજિદ ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ગોહર ખાન સાથે સગાઈ કરવાની વાત કરી છે.

મુંબઈઃ ફિલ્મમેકર સાજિદ ખાનની બિગ બૉસ 16માં એન્ટ્રી થઈ ત્યારથી તે મેકર્સ અને સલમાન ખાન માટે માથાનો દુખાવો બની ગયો છે. સોશિયલ મીડિયા પર તેને શોમાંથી બહાર કાઢવાની સતત માંગ કરવામાં આવી રહી છે. સાજિદને નેશનલ ટીવી પર જોયા બાદ યુઝર્સ શોના મેકર્સ અને સલમાન ખાન પર સતત સવાલો કરી રહ્યા છે. આ દરમિયાન સાજિદ ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ગોહર ખાન સાથે સગાઈ કરવાની વાત કરી છે.

સાજિદ ખાનનો ખુલાસો

સાજિદ ખાનનો ખુલાસો

સાજિદ ખાન આ જૂના વીડિયોને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેનો આ વીડિયો કિરણ જુનેજાના શો 'કોશિશ સે કામયાબી તક'નો છે. જ્યારે હોસ્ટે તેને પૂછ્યુ કે તે ગૌહર ખાનથી કેમ અલગ થયા? તો આ અંગે સાજિદે કહ્યુ, 'એ વખતે મારુ કેરેક્ટર ખૂબ જ ઢીલુ હતુ. હું છોકરીઓ સાથે ફરતો હતો અને ઘણુ ખોટુ બોલતો હતો. મે એવી કોઈ ગેરવર્તણૂક નથી કરી પરંતુ દરેક છોકરીને 'આઈ લવ યુ, વિલ યુ મેરી મી' કહ્યુ હતુ.

ગોહર ખાન સાથે કેમ તૂટ્યા હતા લગ્ન?

ગોહર ખાન સાથે કેમ તૂટ્યા હતા લગ્ન?

વીડિયોમાં સાજિદ ખાને કબૂલ્યુ હતુ કે તેણે ગોહર ખાનને લગભગ એક વર્ષ સુધી ડેટ કરી હતી અને તેમની સગાઈ થઈ ગઈ હતી. સાજિદે મજાકમાં વધુમાં કહ્યુ કે તેમણે લગ્ન કરી લેવા જોઈતા હતા. સાજિદે એમ પણ કહ્યુ કે જે પ્રમાણે તેણે આઈ લવ યુ કહ્યુ એ હિસાબે તેના 350 વાર લગ્ન થઈ ચૂક્યા હોત. આ વીડિયોમાં તે મહિલાઓનો ઉલ્લેખ કરતા સાજિદ ખાને કહ્યુ કે તે એને યાદ કરવાની સાથે ગાળો પણ દેતી હશે. તેણે તેના જીવનના 'આઈ લવ યુ' તબક્કાને સ્વાર્થી ગણાવ્યો અને સંબંધ જાળવવા માટે મિત્રતા કેટલી મહત્વપૂર્ણ છે તે વિશે વાત કરી.

અરેન્જ્ડ મેરેજ પર શું કહ્યુ સાજિદ ખાને?

અરેન્જ્ડ મેરેજ પર શું કહ્યુ સાજિદ ખાને?

સાજિદ ખાને ભારતમાં એરેન્જ્ડ મેરેજ અને લવ મેરેજ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યુ કે ભારતમાં અરેન્જ્ડ મેરેજ કામ કરે છે કારણ કે બે વ્યક્તિઓ વચ્ચે દોસ્તી થવામાં સમય લાગે છે. જે તેમને તેમના સંબંધો જાળવી રાખવામાં મદદ કરે છે. તેણે કહ્યુ, 'શુદ્ધ પ્રેમ કથાઓ બધા ઉતાર-ચઢાવ વિશે હોય છે. તે વ્યક્તિઓ પર પણ આધાર રાખે છે.' જોકે, ઈન્ટરનેટ સાજિદ ખાનની વાતથી ખુશ નથી અને તેને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

શું સાજિદ ખાન શોમાંથી થશે બહાર?

શું સાજિદ ખાન શોમાંથી થશે બહાર?

MeToo વિવાદમાં ફસાયેલા સાજિદ ખાન પર વર્ષ 2018માં ઘણી અભિનેત્રીઓએ જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ફિલ્મ નિર્માતા પરના આ આરોપો પછી તેને ફિલ્મ હાઉસફુલ 4 ના નિર્દેશક પદેથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે તે બિગ બૉસ 16માં આવી ગયો છે. હવે એ અભિનેત્રીઓનુ કહેવુ છે કે સાજિદ આ શો દ્વારા પોતાની ઇમેજ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X