
ટાઇગર 3 ના શુટીંગ સાથે તુ્ર્કીની ગલીઓમાં મોજ કરી રહ્યા છે સલમાન કેટરિના!
સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 નું શૂટિંગ હાલમાં તુર્કીમાં ચાલી રહ્યું છે અને આ ફિલ્મના સ્ટાર્સની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રોજ નવી તસવીરો ચર્ચામાં આવે છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે અને તુર્કીની ગલીઓમાંથી સલમાન ખાન અને કેટરિના કૈફની તસવીરો વાયરલ થઈ રહી છે.

તુર્કીની ગલીઓમાં લંચ કરતી જોવા મળી ટીમ
આ તસવીરોમાં સલમાન ખાન અને કેટરિના કૈફ તેમની ટીમ સાથે લંચ લેતા જોવા મળી રહ્યા છે. આ તસવીર તેના ચાહકોએ શેર કરી છે અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સલમાન ખાન અને કેટરિના કૈફ માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા એક ચાહકે લખ્યું કે, સલમાન ખાન અને કેટરીના કૈફ ગઈકાલે ટાઈગર 3 ના શૂટ બાદ લંચ કરી રહ્યા છે.

ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે
ફેન્સ આ અંગે સતત કોમેન્ટ કરી રહ્યા છે. તસવીરો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે, ઇસ્તાંબુલમાં ટાઇગર 3 ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને કેટરીના કૈફ. ટૂંક સમયમાં જ ઈમરાન હાશ્મી સ્ટારકાસ્ટ સાથે જોડાવા જઈ રહ્યો છે.

ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા છે
આ તસવીરોમાં કેટલાક સ્થળોએ જોઈ શકાય છે કે સલમાન ખાન અને કેટરીના કૈફ ફેન્સ વચ્ચે જોવા મળે છે અને ફોટો ક્લિક કરી રહ્યા છે. એક ફેન્સે કેટરીના કૈફ સાથે એક તસવીર શેર કરી અને લખ્યું, આ ખૂબ સુંદર છે.

ઇમરાન હાશ્મી ટીમ સાથે જોડાશે
તમને જણાવી દઈએ કે આ તસવીરોમાં કેટરિના કૈફ બ્લુ ડેનિમ શર્ટમાં જોવા મળી રહી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. ઇમરાન હાશ્મી ટાઇગર 3 માં મુખ્ય વિલન હશે. હા, લાંબા સમય બાદ ઈમરાન નેગેવિટના રોલમાં જોવા મળશે.

ઈમરાન હાશ્મીનું પાત્ર શાનદાર હશે
કલાકારો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ઇમરાન હાશ્મીએ ટાઇગર 3 માં તેની ભૂમિકા માટે એબ્સ પણ બનાવ્યા છે. યશ રાજ વિલન તરીકે અલગ ચહેરો કાસ્ટ કરવા માંગતી હતી.

ટાઈગર જિન્દા હૈ
જે રીતે સજ્જાદ ડેલાક્રુઝને 'ટાઇગર જિંદા હૈ'માં કાસ્ટ કરવામાં આવ્યો હતો. તે રીતે જ વાયઆરએફને લાગ્યું કે ઇમરાન આ ભૂમિકા માટે યોગ્ય રહેશે. તે આવી ભૂમિકાઓમાં મજબુત કલાકાર તરીકે ઉભરે છે.