હિટ એન્ડ રન કેસમાં સલમાનની મુશ્કેલીઓ વધી શકે!
મુંબઈ, 8 જાન્યુઆરી : મુંબઈની એક અદાલતે હિન્દી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા દબંગ સલમાન ખાન સાથે જોડાયેલ હિટ એન્ડ રન કેસની સુનાવણી 21મી જાન્યુઆરી સુધી ટાળી દીધી છે. મુંબઈની અદાલતે સુનાવણી એટલા માટે ટાળી છે, કારણ કે ફરિયાદી પક્ષ નવેસરથી સુનાવણીના અદાલતી આદેશ સામે હાઈકોર્ટમાં જવા માંગે છે. આમ થતાં સલમાનની મુશ્કેલીઓ વધી શકે છે.

સલમાન ખાનના વકીલ શ્રીકાંત શિવડેએ ફરિયાદી પક્ષની અરજીનો વિરોધ કર્યો અને કેસની નવેસરથી સુનાવણી તરત શરૂ કરવાનો અનુરોધ કર્યો. ન્યાયાધીશ દેશપાન્ડેએ કેસની સુનાવણી 21મી જાન્યુઆરી સુધી ટાળી દીધી અને હાઈકોર્ટ સમક્ષ અપીલ કરવા માટે ફરિયાદ પક્ષને સરકાર પાસેથી નિર્દેશ પ્રાપ્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો.
નોંધનીય છે કે ગત 5મી ડિસેમ્બરના રોજ સત્ર ન્યાયાલયે કેસની નવેસરથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
