Video: મુંબઈના રસ્તાઓ પર લૂલિયા સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા સલમાન

સલમાનનો વધુ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મુંબઈના રસ્તા પર સાઈકલ ચલાવતા જોવા મળી રહ્યા છે.

બોલિવુડના ભાઈજાન એટલે કે સલમાનની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ 'ભારત' બૉક્સઑફિસ પર ઝંડા લહેરાવી રહી છે. વળી બીજી તરફ સલમાનનો વધુ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મુંબઈના રસ્તા પર સાઈકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. તે પણ પોતાની કથિત ગર્લફ્રેન્ડ લૂલિયા વંતૂર સાથે. જો કે આ વીડિયોમાં એ બંને સાથે મલાઈકા-અરબાઝનો પુત્ર અરહાન ખાન પણ છે પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચા માત્ર સલ્લૂ મિયાં અને લૂલિયાની થઈ રહી છે.

અડધી રાતે લૂલિયા સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા સલમાન

અડધી રાતે લૂલિયા સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા સલમાન

જો કે મીડિયામાં પ્રસારિત અમુક સમાચારોમાં કહેવામાં આવ્યુ છે કે આ વીડિયો જૂનો છે કે જે હવે વાયરલ થયો છે પરંતુ જે પણ હોય સલમાન અને લૂલિયાનો સ્પોર્ટી અંદાજ સલમાનના ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. જે પોતાના ફેવરિટ સ્ટારની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

વાયરલ થયો સલમાનનો વીડિયો

જોઈને લાગે છે કે સલમાન, લૂલિયા અને અરહાન સાથે રાતે રાઈડ પર નીકળ્યા છે, તે ટીશર્ટ અને જીન્સમાં છે અને તે હંમેશાની જેમ ઘણા ડેશિંગ લાગી રહ્યા છે.

બૉક્સઑફિસ પર જોરદાર કમાણી કરી રહી છે ‘ભારત'

બૉક્સઑફિસ પર જોરદાર કમાણી કરી રહી છે ‘ભારત'

સલમાનની ફિલ્મ ‘ભારત' એ 7 દિવસમાં 167 કરોડનું કલેક્શન કરી લીધુ છે. ઘરેલુ બજાર સાથે ઓવરસીઝમાં પણ ભારતની નોનસ્ટોપ કમાણી ચાલુ છે. અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બનેલી ભારત સલમાનની કેટરીના કૈફ સાથે જોડી છે. મૂવીમાં તબ્બુ જેકી શ્રોફ, દિશા પટની અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે.

કોણ છે લૂલિયા

કોણ છે લૂલિયા

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન, રુમાનિયા ટીવી એન્કર અને સિંગર લૂલિયા વંતૂર સાથે રિલેશનશિપમાં છે. એવા સમાચાર છે કે સલમાન અને લૂલિયા લગ્ન કરવાના છે. બંનેના પરિવાર પણ રાજી છે જેના પર લૂલિયા વંતૂરે મીડિયામાં મોટુ નિવેદન આપ્યુ હતુ. વંતૂરે કહ્યુ હતુ કે મને આ બધી ગૉસિપ વિશે ખબર છે અને એમાં કોઈ સત્ય નથી. પરંતુ હું લોકોને રોકી નથી શકતી. હું સલમાન ખાનની ખૂબ ઈજ્જત કરુ છુ અને મને ખબર નથી કે મારી જિંદગી મને ક્યાં લઈને જઈ રહી છે.

અફેરના સમાચારો

અફેરના સમાચારો

રુમાનિયા ટીવી એન્કર લૂલિયા અને સલમાનના અફેરના સમાચારો વર્ષ 2013માં પહેલી વાર સામે આવ્યા હતા. એ પણ ત્યારે જ્યારે સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાન બંનેએ લૂલિયા માટે મુંબઈમાં ઘર શોધ્યુ હતુ. ત્યારે કહેવામાં આવ્યુ હતુ કે લૂલિયા મેરિડ છે અને પોતાના લગ્નજીવનથી ખુશ નથી અને એટલા માટે તે પોતાના ઘરથી દૂર સલમાન ખાનના ઘરે રહે છે. એવુ પણ કહેવામાં આવ્યુ કે લૂલિયાને સલમાન ખાનના ઘરવાળા ખૂબ પસંદ કરે છે અને તેને સલમાન ખાન સાથે જોવા ઈચ્છે છે પરંતુ થોડા સમય બાદ એ સમાચાર હવા થઈ ગયા પરંતુ હવે જ્યારે એક વાર ફરીથી સલમાન લૂલિયા સાથે રસ્તા પર ફરતા જોવા મળ્યા છે તો લોકો વચ્ચે ફરીથી ગણગણાટ શરૂ થઈ ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X