Box Office: પહેલા અઠવાડિયે ભારતની શાનદાર કમાણી
હાલમાં જ રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'ભારત' તેના રીલીઝનું પહેલું અઠવાડિયું પૂરું કરી ચૂક્યું છે. સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત આ ફિલ્મે 7 દિવસમાં 165 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
હાલમાં જ રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'ભારત' તેના રીલીઝનું પહેલું અઠવાડિયું પૂરું કરી ચૂક્યું છે. સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત આ ફિલ્મે 7 દિવસમાં 165 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઇ ચુકી છે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને મિક્સ પ્રતિસાદ મળ્યો છે, પરંતુ સામાન્ય માણસોને ફિલ્મની કહાની પસંદ આવી છે.
મંગળવારે પણ ફિલ્મ સારી કમાણી કરવામાં સફળ રહી છે. સાતમા દિવસે ફિલ્મે લગભગ 8 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે. તેની સાથે આ ફિલ્મ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ચુકી છે. હાલમાં વિકી કૌશલની ફિલ્મ 'ઉરી' સલમાન ખાનની ફિલ્મ ભારત કરતા આગળ છે.
ઈદ પર સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર હિટ થઈ ચુકી છે. ફિલ્મએ તેના વિકેન્ડ પર જ 150 કરોડનો આંકડો પાર કર્યો છે. આ સાથે, તે આ વર્ષની ટોપ ત્રણ ફિલ્મોમાં સામેલ થઇ ચુકી છે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી ભારત બુધવારે રિલીઝ થઇ હતી. 42.30 કરોડ રૂપિયાની જબરદસ્ત ઓપનિંગ પછી પણ ફિલ્મએ બોક્સ ઓફિસ પર તેની ગતિ જાળવી રાખી. રવિવારના રોજ, આ ફિલ્મએ લગભગ 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
અહીં જાણો 2019 ની ટોપ ફિલ્મો -

ઉરી
વિકી કૌશલની ફિલ્મ ઉરી 2019 ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. ઉરીએ 244 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ઓલ ટાઇમ બ્લોકબસ્ટર રહી.

ભારત
સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ભારત હાલમાં બીજા નંબરે આવી ચુકી છે. હજુ પણ આ ફિલ્મની કમાણી ચાલુ છે અને બીજા અઠવાડિયામાં તે ઉરીને પાછળ પાડી દેશે.

ટોટલ ધમાલ
અજય દેવગન - અનિલ કપૂર - માધુરી દીક્ષિતની ટોટલ ધમાલએ 154.30 કરોડનું કલેક્શન કર્યું છે. આ કૉમેડી મૂવી પણ હિટ રહી છે.

કેસરી
અક્ષય કુમારની આ ફિલ્મએ 153 કરોડનું કલેક્શન કર્યું છે. આ અક્ષય કુમારની સૌથી વધુ કમાણી કરનાર બૉલીવુડ ફિલ્મ છે.

ગલી બોય
રણવીર સિંહ-આલિયા ભટ્ટની ગલી બોયએ 137 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ હિટ રહી છે.

મણિકર્નિકા
કંગના રનૌતની મણિકર્નિકાએ 100.05 કરોડનું કલેક્શન કર્યું છે. ઊંચા બજેટને કારણે, ફિલ્મ એવરેજ રહી છે.












Click it and Unblock the Notifications
