Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : સલમાને જીભ ઉપરનો કાબૂ ગુમાવ્યો : રહમાનને કહ્યાં એવરેજ!

મુંબઈ, 28 ફેબ્રુઆરી : બૉલીવુડમાં ટાઇગર તરીકે સંબોધાતા એક્ટર સલમાન ખાન પોતાની મરજીના માલિક છે. સલમાન ખાનનું જ્યારે જે મન કરે, ત્યારે તેઓ તે કહે અને કરે છે, પરંતુ સામાન્ય રીતે સલમાન ખાન પોતાની જીભ ઉપરનો કાબૂ નહીં રાખવાના કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની જાય છે અને વિવાદમાં ફસાઈ જાય છે.

તાજેતરમાં જ સલમાન ખાને એ આર રહમાનના નવા આલબમ રૌનકને મુંબઈમાં યોજાયેલ એક સમારંભ દરમિયાન લૉન્ચ કર્યું. આ સમારંભમાં સલમાને રહમાનના વખાણ તો ખૂબ કર્યાં, પણ સાથે જ તેમણે રહમાનને એવરેજ પણ કહી દીધાં. આ આલબમમાં પહેલી વાર એ આર રહમાન તથા કપિલ સિબ્બલે સાથે કામ કર્યું છે. કપિલ સિબ્બલે આ આલબમના ગીતો લખ્યાં છે અને રહમાને સંગીત આપ્યું છે.

ચાલો રૌનકના લૉન્ચિંગની તસવીરો સાથે જોઇએ શું કહ્યું સલમાને ? :

મારી હાજરી સુખદ બાબત

મારી હાજરી સુખદ બાબત

સલમાન ખાન એ આ રહમાનના સારા મિત્ર છે. તેમણે રૌનકના લૉન્ચિંગ પ્રસંગે હાજર કપિલ સિબ્બલના વખાણ કરતાં જણાવ્યું - આ આલબમના લૉન્ચિંગ પ્રસંગે હું હાજર છું, તે મારા માટે ખૂબ સુખદ બાબત છે.

કપિલ બહેતરીન, રહમાન એવરેજ

કપિલ બહેતરીન, રહમાન એવરેજ

સલમાન ખાને જણાવ્યું - આ આલબમના તમામ ગીતો ખૂબ જ સારા છે. મને લાગે છે કે કપિલ સર તો બહેતરીન છે, પણ રહમાન સરેરાશ (એવરેજ) છે.

રહમાન સામે ફરિયાદ

રહમાન સામે ફરિયાદ

સલમાને એમ પણ જણાવ્યું - રહમાન તો મારી ફિલ્મોને સંગીત નથી આપતાં. મારા અને રહમાન વચ્ચે જય હો ટાઇટલ કૉમન છે.

મજાક કે ગંભીર?

મજાક કે ગંભીર?

સલમાનના આ મજાકને અનેક લોકોએ તો તેમની આદત સમજી વણજોયું કરી દીધું, પણ ઘણા લોકોએ આ વાતને બહુ જ સીરિયસલી લીધી કે સલમાને રહમાન જેવા બહેતરીન સંગીતકારને એવરેજ કઈ રીતે કહી નાંખ્યાં.

વિવાદ ઊભો થયો

વિવાદ ઊભો થયો

જોકે આ પહેલી વાર નથી કે સલમાન ખાને કોઈને કંઇક કહ્યું હોય અને તે વાત એક વિવાદ થઈ ગઈ હોય.

અગાઉ પણ થયું છે

અગાઉ પણ થયું છે

અગાઉ પણ સલમાન ખાન અનેક વાર મજાકને મજાકમાં લોકો અંગે કંઈ પણ બોલતા રહ્યાં છે અને તેમની વાતોએ ગંભીર મુદ્દાઓને જન્મ આપ્યો છે.

જીભ ઉપર કાબૂ નથી

જીભ ઉપર કાબૂ નથી

એટલે જ તો કહેવાય છે કે સલમાનની જીભ ઉપર કોઈ કાબૂ નથી. તેઓ કંઈ પણ કહેવા અને કરતા પહેલા વિચારતા નથી અને તેથી જ સલમાન વારંવાર અજાણતા જ વિવાદોને જન્મ આપી દે છે.

જય હો અંગે વાંધો

જય હો અંગે વાંધો

એ આર રહમાને સલમાન ખાન અને સોહેલ ખાનની ફિલ્મ જય હો અંગે વાંધો ઉઠાવતાં જણાવ્યુ હતું કે જય હો ટાઇટલ પર રહમાનનો હક છે.

સ્લમડૉગ મિલિનિયરનું ગીત

સ્લમડૉગ મિલિનિયરનું ગીત

રહમાને જય હો... ગીત સ્લમડૉગ મિલેનિયર ફિલ્મ માટે લખ્યુ હતું અને તેના માટે તેમને ઑસ્કાર ઍવૉર્ડ પણ મળ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X