તો આ વખતે સલમાનને ઘેર નહીં આવે ગણપતિ બાપ્પા?
મુંબઈ, 23 ઑગસ્ટ : સલમાન ખાન કે જેમના માટે ખુદા, ભગવાન અને ગૉડ.. સૌ કોઈ એક સરખા છે. એટલે જ તો તેમના બાન્દ્રા હાઉસમાં જેમ ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવે છે, તેટલા જ ધામધૂમથી ગણપતિ બાપ્પા મોરયા પણ કહેવામાં આવે છે, પણ આ વખતે સલમાનના બાન્દ્રા હાઉસમાં ગણપતિ બાપ્પાનો જય જયકાર નહીં સંભળાય એટલે કે સલમાનના ઘરે ગણપતિ બાપ્પાની પધારમણી નહીં થાય.

નહીં... નહીં... કંઈક આડુ-અવડું ના વિચારતાં. અમે એમ જ કહી રહ્યાં છીએ કે સલમાન ખાનના બાન્દ્રા હાઉસમાં ગણપતિ બાપ્પાની પધારમણી નથી થવાની, પણ આ તો બૉલીવુડ દબંગ સલમાન ખાન છે, તેમને વળી ક્યાં એક જ ઘર છે. આ વખતે સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસ વાળા ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવશે, કારણ કે ગ્લૅક્સી બાન્દ્રા ઍપાર્ટમેંટ વાળા ઘરમાં રંગરોગાન ચાલી રહ્યું છે.
નોંધનીય પોતાની પ્રિય બહેનો અલવીરા તથા અર્પિતા સાથે છેલ્લા 12 વર્ષોથી સલમાન ખાન પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે, પણ આ વખતે એવું નહીં થાય. ખેર સલમાન ખાન અને તેમનો આખો પરિવાર વિઘ્નહર્તાને પોતાના ઘરે લાવવાની પુરજોશ તૈયારીઓ કરી રહ્યાં છે. આ વખતે પનવેલ ખાતેનો ફાર્મ હાઉસ ગણપતિ બાપ્પા મોરયાના જયકારથી ગુંજાયમાન થશે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
