Rare-Unseen : ઐશની એન્ટ્રીએ છિનવાયો સલમાનનો પહેલો ‘પાક’ પ્રેમ!
મુંબઈ, 27 ઑગસ્ટ : સલમાન ખાન સામાન્ય રીતે ખોટા કારણોસર ચર્ચામાં છે અને એટલે જ તેઓ બૅડ બૉય તરીકે કુખ્યાત બની ચુક્યા છે. સલમાન સાથે જોડાયેલ ખોટા કારણોમાં એક કારણ તેમની પ્રેમિકાઓની લાંબી યાદી પણ છે, પરંતુ દુર્ભાગ્યે આજે પણ 48 વર્ષીય સલમાન ખાન અભિનેતા મોસ્ટ બૅચલર અભિનેતા બની રહ્યા છે.
સલ્લુની ભૂતપૂર્વ પ્રેમિકાઓમાં એક નામ હતું સોમી અલીનું કે જે પાકિસ્તાનના હતાં. 90ના દાયકામાં સોમી અલીએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે સોમીનું બૉલીવુડ કૅરિયર લાંબુ ન ચાલ્યું, પણ સલમાન સાથેના અફૅરના કારણે તેઓ ચર્ચામાં રહ્યાં. પાછળથી સલમાન-સોમી વચ્ચે કેટલાંક કારણોસર 1999માં બ્રેક-અપ થઈ ગયું.
સલમાન-સોમીના બ્રેક-અપના વર્ષો બાદ એવો દાવો કરવામાં આવ્યો કે સલમાન-સોમી વચ્ચેના સંબંધો ઐશ્વર્યા રાયની એન્ટ્રીના કારણે વણશ્યાં. સોમી અલીએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું - હું 15 વરસની હતી, ત્યારથી સલમાનના પ્રેમમાં છું. એટલે જ તેઓ ભારત અને બૉલીવુડમાં આવ્યાં.
ચાલો જોઇએ સલમાન-સોમીની રૅર એન્ડ અનસીન તસવીરો :

સલ્લૂ-સોમી
સલમાન ખાન અને સોમી અલીની એક દુર્લભ તસવીર.

ફર્સ્ટ બૉયફ્રેન્ડ
સોમીએ કહ્યુ હતું - સલમાન મારો ફર્સ્ટ બૉયફ્રેન્ડ છે.

ગ્રેટ લુકિંગ પૅર
સલમાન ખાન અને સોમી અલી ગ્રેટ લુકિંગ પૅર હતાં.

બ્રેક-અપ
સલમાન-સોમી વચ્ચે 1999માં બ્રેક-અપ થયુ હતું.

ભારત છોડ્યું
સલમાન સાથે બ્રેક-અપ બાદ સોમીએ ભારત છોડી દીધું.

સારા મિત્રો
હાલમાં સલમાન-સોમી સારા મિત્રો છે.

આ પણ જુઓ
ફિલ્મફૅર કવર પેજ પર Backless શ્રદ્ધાના Hot જલવા : જુઓ તસવીરો












Click it and Unblock the Notifications
