ઑસ્ટ્રિયાના લેકમાં સલમાને બનાવ્યું કેટરિનાનું પોટ્રેટ!

Written By:
Subscribe to Oneindia News

કેટરિના કૈફ અને સલમાન ખાનની આગામી ફિલ્મ ટાયગર ઝિંદા હે શૂટિંગ સમયથી ચર્ચામાં છે. તેનું નવું લવ સોંગ દિલ દિયાં ગલ્લા પણ હાલ ખૂબ ચર્ચામાં છે. કેટરિનાના રણબીર સાથેના બ્રેક અપ બાદ આ બંનેના ઘણા ફેન્સ ઇચ્છે છે કે, તેઓ ફરીથી સાથે થઇ જાય. આથી આ ફિલ્મને લગતી તમામ વાતો અને શૂટિંગના તમામ ફોટોઝ તરત વાયરલ થઇ જાય છે.

કેટરિનાનું પોટ્રેટ

કેટરિનાનું પોટ્રેટ

હાલમાં આ બંનેનો રોમાન્ટિક ટ્રેક દિલ દિયાં ગલ્લાં સોંગ માટે સલમાને ઓસ્ટ્રિયાના ફ્રોઝન લેકમાં કેટરિનાનું બનાવેલ પોટ્રેટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. આ અંગે વાત કરતાં ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે કહ્યું હતું કે, આ એક રોમેન્ટિક ટ્રેક છે, જે એક મેચ્યોર લવ સ્ટોરી કેપ્ચર કરે છે. આ સોંગ વિન્ટેજ રીતે શૂટ થયું છે.

ખૂબ સારી ડાન્સર

ખૂબ સારી ડાન્સર

થોડા સમય પહેલાં જ સલમાન ખાને કેટરિના કૈફના વખાણ કરતા કંઇક આવું કહ્યું હતું. કેટરિના પોતાની લિમિટેશન ખૂબ સારી રીતે જાણે છે અને એ માટે તે ખૂબ મહેનત પણ કરે છે. જ્યારે તેણે બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી, ત્યારે ડાન્સ પણ નહોતી કરી શકતી. આજે તે ઇન્ડસ્ટ્રીની સૌથી સારી ડાન્સર છે. પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ વગેરે જે સારી એક્ટ્રેસ છે, એ સૌને કેટરિના ડાન્સમાં પાછળ પાડે છે.

કેટરિનાની સલાહ લે છે સલમાન

કેટરિનાની સલાહ લે છે સલમાન

સલમાને આગળ કહ્યું કે, અમે બંને જ પોતાને વધુ ટેલેન્ટેડ નથી માનતા. અમે પોતાને ખૂબ નોર્મલ માનીએ છીએ. હું તો ઘણીવાર ફિલ્મો કરતી વખતે કેટરિનાની સલાહ લઉં છું. જો કે, જે ફિલ્મ માટે એમણે સલાહ આપી છે એ સુપરફ્લોપ ગઇ છે.

કેવી રીતે મળ્યા સલમાન-કેટરિના?

કેવી રીતે મળ્યા સલમાન-કેટરિના?

સલમાને જણાવ્યું હતું કે, મારા ઘરે એક નાનકડી પાર્ટી હતી, જ્યાં કેટરિના પણ આવી હતી. એ મારી બહેનની એક સારી મિત્ર હતી. કેટરિના મારી બહેન અને મારા ફ્રેન્ડ્સને જાણતી હતી, પરંતુ મને નહોતી ઓળખતી. પહેલી જ મુલાકાતમાં એ મને ખૂબ વ્હાલી લાગી હતી.

English summary
Salman Khan feels Katrina Kaif is far superior than the likes of Deepika Padukone and Priyanka Chopra!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.