ખાલી ગયું 2013, નવા વર્ષે સલમાન કરશે ડબલ ધમાલ

મુંબઈ, 12 ડિસેમ્બર : વર્ષ 2013માં પોતાના ફૅન્સને પોતાની ફિલ્મો માટે તલસાવનાર અભિનેતા સલમાન ખાન આવતા વર્ષે એટલે કે 2014માં ડબલ ધમાલ કરવાના છે. વર્ષના આરંભે સલમાનના હોમ પ્રોડક્શનની ફિલ્મ જય હો રિલીઝ થવાની છે, તો ઈદ પ્રસંગે કિક રિલીઝ થશે. દર વર્ષે સલમાન માટે ઈદે ફિલ્મ રિલીઝ થવી લકી રહ્યું છે. આ વર્ષે તેમની ગેરહાજરીમાં શાહરુખ ખાને ચેન્નઈ એક્સપ્રેસ વડે ઈદનો નફો રળી લીધો.

salman-jai-ho-kick
જોઇએ સલમાન ખાનની ફિલ્મ કિક શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસનો રેકૉર્ડ તોડે છે કે કેમ? સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત કિક ફિલ્મમાં પહેલી વાર જૅકલીન ફર્નાન્ડીઝ કામ કરી રહ્યાં છે કે જે અંગે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મના નિર્માતા સલમાન ખાન પોતે જ છે. કિક એક એક્શન કૉમેડી ફિલ્મ છે.

દરમિયાન સલમાનની જય હો ફિલ્મ વર્ષના આરંભે જ રિલીઝ થવાની છે કે જેમાં તેમની સાથે ડૅઝી શાહ બૉલીવુડ પ્રવેશ કરી રહ્યાં છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. જય હો ફિલ્મમાં સલમાન ખાન એક સામાજિક યોદ્ધા તરીકેનો રોલ ભજવી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X