સબકા એક ભાઈ જાન... હું ન કહી શકું ભાઈ : સોનાક્ષી

મુંબઈ, 2 જાન્યુઆરી : ‘સબકી આન, સબકી શાન, સબકા એક ભાઈ જાન...' યાદ છે આ કયા ફિલ્મના ગીતની પંક્તિ છે? ચાલો અમે યાદ કરાવી દઇએ. આ પંક્તિ છે ફિલ્મ બૉડીગાર્ડની. સલમાન ખાનની આ ફિલ્મમાં સલમાન ભલે આ પંક્તિઓ દ્વારા પોતાને સબકી આન, સબકી શાન, સબકા એક ભાઈ જાન કહેવાડવતાં હોય, પરંતુ સોનાક્ષી સિન્હા સલમાન ખાનને ભાઈ કહેવા તૈયાર નથી.

Salman-Sonakshi

વર્ષ 2010ની સૌથી મોટી હિટ ફિલ્મ દબંગ દ્વારા બૉલીવુડમાં પગલું મુકનાર સોનાક્ષી સિન્હાએ માત્ર બે વરસમાં જ સારુએવું નામ કમાઈ લીધું છે. તેમાંય વીતેલું વર્ષ 2012 પણ તેમના માટે ખૂબ ઉત્તમ રહ્યું. ફિલ્મ સન ઑફ સરદાર તથા દબંગ 2 તો સુપરહિટ રહી જ, સાથે જોકરમાં પણ તેમના કામના વખાણ થયાં.

પરંતુ હંમેશા સલમાન ખાનના વખાણ કરનાર સોનાક્ષી સિન્હા ત્યારે એકદમથી ભડકી ઉઠ્યાં કે જ્યારે કોઇકે તેમને જણાવ્યું કે સલમાન ખાન તો તેમના માટે ભાઈ જેવા છે. તેની પર સોનાક્ષીનો દબંગ અંદાજ સામે આવી ગયો. સોનાક્ષીએ જણાવ્યું કે અરે કોણે કહી દીધું કે સલમાન મારા માટે ભાઈ જેવા છે. હું એમના માટે ભાઈ શબ્દનો ઉપયોગ કરી શકું નહીં. જ્યારે તમામ કો-સ્ટાર સલમાનને સલમાન બોલાવે, તો હું કેમ ન બોલાવી શકું સલમાન. તેમને સંબોવા માટે કોઈ વિશેષણની જરૂર નથી. મને ખબર છે કે ફિલ્મી દુનિયામાં સલમાન મારા કરતાં ખૂબ સીનિયર અને સફળ છે. હું તેમનું સન્માન કરૂ છું, પરંતુ મારા માટે તેઓ સલમાન ખાન છે, નહીં કે સલમાન ભાઈ.

નોંધનીય છે કે હમણાં કેટલાંક દિવસો અગાઉ સલમાન ખાને રોષ વ્યક્ત કર્યો હતો ભાઈના નામે. સલ્લુએ વાંધો ઉઠાવ્યો હતો કે તેમને સારૂં નથી લાગતું કે કોઈ તેમને ભાઈ કહે. હું બસ કેટલાંક ખાસ લોકો માટે જ ભાઈ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X