ટાઈગર ઝિંદા હૈ પછી સલમાન અને કેટરિના ફરી એકસાથે આવશે

સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફને એકસાથે જોવા માટે ફેન્સ હંમેશા આતુર રહે છે. હાલમાં જ બંને સ્ટારને ટાઈગર ઝિંદા હૈ ફિલ્મમાં જોવામાં આવ્યા હતા.

સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફને એકસાથે જોવા માટે ફેન્સ હંમેશા આતુર રહે છે. હાલમાં જ બંને સ્ટારને ટાઈગર ઝિંદા હૈ ફિલ્મમાં જોવામાં આવ્યા હતા. આ ફિલ્મ એક મોટી બ્લોકબસ્ટર ફિલ્મ રહી હતી. હાલમાં બંને સ્ટાર સાથે આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ વખતે તેઓ કોઈ ફિલ્મમાં નહીં પરંતુ એક સાથે સ્ટેજ શેર કરવા જઈ રહ્યા છે. બંને 1 ઓગસ્ટ દરમિયાન થઇ રહેલા મનીષ મલ્હોત્રાના ફેશન શૉમાં સાથે આવશે.

salman khan

સલમાન ખાન અને કેટરિના કૈફ એકસાથે રેમ્પ પર ચાલતા જોવા મળશે. મનીષ મલ્હોત્રા હંમેશા સુપરસ્ટારને એક સાથે લાવે છે અને પોતાના શૉની શોભા વધારે છે.

મનીષ મલ્હોત્રા બોલિવૂડના ટોપ ડિઝાઈનરમાં આવે છે અને તેઓ બધા જ સુપરસ્ટારને પોતાના ડિઝાઇન કરેલા કપડાં પહેરાવી ચુક્યા છે. આપણે જણાવી દઈએ કે આ વખતે સલમાન ખાન અને કેટરિના કૈફ એકસાથે આવવાની ખબરે શૉની કિંમત ડબલ કરી નાખી છે.

આપણે જણાવી દઈએ કે હાલમાં સલમાન ખાન અને કેટરિના કૈફ દબંગ ટૂરથી પાછા આવી ગયા છે. સલમાન ખાન વિશે વાત કરવામાં આવે તો તેઓ ભારત ફિલ્મ માટે ચર્ચામાં છે, જેની શૂટિંગ શરુ થઇ ચુકી છે. આ ફિલ્મ પછી સલમાન ખાન ખુબ જ જલ્દી દબંગ 3 ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરી દેશે.

કેટરિના કૈફ વિશે વાત કરવામાં આવે તો તેઓ તેમની ફિલ્મ ઠગ ઓફ હિન્દુસ્તાન અને ઝીરો માટે ચર્ચામાં છે. ઠગ ઓફ હિન્દુસ્તાન ફિલ્મમાં તેમની સાથે આમિર ખાન અને અમિતાભ બચ્ચન છે, જયારે ઝીરો ફિલ્મમાં શાહરુખ ખાન જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X