હવે સલમાન શરૂ કરશે રેસ્ટોરંટ અને હૉસ્પિટલ

મુંબઈ, 19 જાન્યુઆરી : ટેલીવિઝન, જાહેરાત, બૉક્સ ઑફિસ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ધમાલ મચાવનાર સલમાન ખાન હવે રેસ્ટોરંટ તથા હૉસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યાં છે. આ અંગેની માહિતી પોતે દબંગે આપી હતી. સલમાને જણાવ્યું કે તેમના રેસ્ટોરંટ તથા હૉસ્પિટલ માત્ર જરૂરિયાતમંદો માટે જ હશે. તેઓ મોટા શહેરોમાં રેસ્ટોરંટ ખોલશે કે જેમાં એક ડિશનું નામ સલમાન હશે. આ રેસ્ટોરંટ તથા હૉસ્પિટલ દ્વારા જે કંઈ નફો થશે, તે તમામ પૈસા તેઓ ચૅરિટી તરીકે ઉપયોગ કરશે.

Salman Khan

જોકે સલમાન ખાન આ અગાઉ પણ એક એનજીઓ હેઠલ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરતાં રહ્યા છે. સલમાને જણાવ્યું કે તેઓ પ્રથમ રેસ્ટોરંટ શરૂ કરશે. તેમાંથી પૈસા મળ્યા બાદ તેઓ હૉસ્પિટલ શરૂ કરશે, કારણ કે હૉસ્પિટલ શરૂ કરવા માટે વધુ પૈસા જોઇશે. સલમાને આ માહિતી બીઇંગ હ્યૂમન સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે આપી. સલમાન ખાને જણાવ્યું - જો મારા નામે કોઈનુ ભલું થઈ શકે, તો ઠીક છે, હું એવા કામ કરૂ છું. સલમાનના આ પગલા અંગે તેમના પરિજનો સોહૈલ ખાન તથા મલાઇકા અરોરા ખાને ખૂબ આનંદ વ્યક્ત કર્યો.

મલાઇકાએ જણાવ્યું - અમે સલમાનના આ નવા પગલામાં પૂર્ણત્વે તેમની સાથે છીએ. સલમાન એક નેકદિલ માણસ છે. અમને તેમનાથી ઘણું બધું શીખવા મળે છે. તો સોહૈલ ખાને જણાવ્યું - જેનો મોટો ભાઈ સલમાન જેવો હોય, તેને કોઈ પણ વાતની ચિંતા નથી હોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X