ચહેરાની નસોની સારવાર અર્થે અમેરિકા જશે સલમાન
મુંબઈ, 18 જાન્યુઆરી : બૉલીવુડનો દબંગ આજકાલ પરેશાન છે. નહીં, નહીં. તેમને કોઈ હેરાન નથી કરી રહ્યું, પણ તેમની પરેશાનીનું કારણ તેમની જૂની બીમારી છે કે જેણે ફરી ઉથલો માર્યો છે. ખબર છે કે સલમાન ખાન આજકાલ પુનઃ ફેશિયલ વેંસ ડિસૉર્ડરથી પીડાય છે. તેથી તેઓ ફરીથી અમેરિકા જવાના છે સારવાર અર્થે.

આ માહિતી સલમાનના નાના ભાઈ સોહેલ ખાને મીડિયાને આપી. જોકે હજુ એ નક્કી નથી કે સલ્લુમિયા ક્યારે અમેરિકા જશે, પરંતુ એટલું નક્કી થઈ ગયું છે કે સલમાન અમેરિકાની તે જ હૉસ્પિટલે જશે કે જ્યાં તેમણે ચેહરાની નસોની અગાઉ સારવાર કરાવી હતી. નોંધનીય છે કે ઑગસ્ટ 2011માં સલમાને અમેરિકામાં પોતાના ચહેરાની નસોનું ઑપરેશન કરાવ્યુ હતું, કારણ કે તેમને નસોના કારણે અસહ્ય પીડા થતી હતી.
લગભગ પાંચ કલાકની સર્જરી બાદ સલમાન સાજા થઈ ભારત પરત ફર્યા હતાં અને આવતાની સાથે જ બિગ બૉસ સીઝન 4નું શુટિંગ કર્યુ હતું, પરંતુ હવે ફરી એક વાર સલમાન ખાનને જૂની પીડા ઊભી થઈ છે. તેથી તેમનું અમેરિકા જવું અનિવાર્ય બની ગયું છે.
હાલ તો સલમાનની અમેરિકા જવાની તારીખ નક્કી નથી, કારણ કે તેમણે પોતાની તારીખો દિગ્દર્શકોને આપી રાખી છે. તેથી તેઓ હાલ તરત અમેરિકા નહીં ઉપડી શકે. તેથી હાલ દર્દમાં પણ લોકો સામે સ્મિત ફરકાવવું તેમની મજબૂરી છે.












Click it and Unblock the Notifications
