Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MPK સિલ્વર જ્યુબિલી : 49નો નહીં, 25 વર્ષનો થયો ‘પ્રેમ’, આ છે 10 યાદગાર ડાયલૉગ્સ

મુંબઈ, 29 ડિસેમ્બર : સલમાન ખાને પરમ દિવસે 49મો જન્મ દિવસ ઉજવ્યો. આમ તેઓ 49 વર્ષના થઈ ગયાં, પરંતુ એક વ્યક્તિ કે એક્ટર તરીકે ભલે સલમાન 49 વર્ષના થઈ ગયાં, પરંતુ તેમના એક ખાસ કૅરેક્ટરની ઉંમર આજે 25 વર્ષની થઈ છે. હા જી, અમે વાત કરી રહ્યા છીએ પ્રેમ નામના કૅરેક્ટરની. આ ફિલ્મ સાથે જ ભાગ્યશ્રીએ પણ બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું અને તેમના નામનું પાત્ર સુમન હતું. જેમ શાહરુખ-કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને રાજ-સિમરન અમર પાત્ર બની ગયાં, તેમ પ્રેમ-સુમન પણ બૉલીવુડના અમર પાત્ર છે.

સલમાન ખાનની પ્રથમ ફિલ્મ ભલે બીવી હો તો ઐસી હોય, પણ તેમને બૉલીવુડમાં ઓળખ અપાવનાર રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ મૈંને પ્યાર કિયા આજે 25 વર્ષની થઈ છે. આ ફિલ્મ સાથે જ તેઓ બૉલીવુડ અને ખાસ કરીને રાજશ્રી પ્રોડક્શનના ખાસ પાત્ર પ્રેમ તરીકે જાણીતા બની ગયાં. મૈંને પ્યાર કિયામાં તેમના પાત્રનું નામ પ્રેમ હતું અને તે પછીની ફિલ્મો હમ આપકે હૈં કૌન તથા હમ સાથ સાથ હૈંમાં પણ તેઓ પ્રેમ તરીકે જ લોકો સામે આવ્યાં. એટલુ જ નહીં, રાજશ્રીની આગામી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં પણ સલમાનના પાત્રનું નામ પ્રેમ જ છે.

ચાલો હાલ તો વાત કરીએ સલમાનની પ્રથમ સુપર હિટ ફિલ્મ મૈંને પ્યાર કિયા વિશે. સૂરજ બરજાત્યા નિર્મિત-દિગ્દર્શિત મૈંને પ્યાર કિયા ફિલ્મ 29મી ડિસેમ્બર, 1989ના રોજ રિલીઝ થઈ હતી અને તે હિસાબે આજે આ ફિલ્મને 25 વર્ષ થઈ ગયાં. આ ફિલ્મ લોકોને રોમાંટિક ઝોનમાં લઈ ગઈ હતી કે જ્યાં પ્રેમ અને મૈત્રી બંનેના અર્થો લગભગ એક જ હતાં. એટલે જ આજે પણ યુવા વર્ગની ફૅવરિટ યાદીમાં મૈંને પ્યાર કિયા ફિલ્મનો સમાવેશ થાય છે.

ચાલો આપને બતાવીએ મૈંને પ્યાર કિયા ફિલ્મના 10 એવા ડાયલૉગ્સ કે જે ક્યારેય ભુલાવી નહીં શકાય :

દોસ્તી કા એક ઉસૂલ હૈ મૅડમ, નો સૉરી, નો થૅંક યૂ

દોસ્તી કા એક ઉસૂલ હૈ મૅડમ, નો સૉરી, નો થૅંક યૂ

આ એક ડાયલૉગ તમે એક વાર નહીં, હજારો વાર માર્યો હશે. હવે ભાઈ સલમાનનો ફિલ્મી કીડો છે જ એવો. ખાસ કરીને આ પ્રેમ વાળો કીડો.

દોસ્તી કી હૈ, નિભાની તો પડેગી

દોસ્તી કી હૈ, નિભાની તો પડેગી

બસ... આ એક ડાયલૉગ મિત્રો વચ્ચે મારી આપ કેટલીય વાર હીરો બનવાનું ફીલિંગ કરી ચુકયા હશો. યાદ કરવાની કોશિશ ન કરો. ફિલ્મની આગામી એનિવર્સરી આવી જશે.

દરવાજા નૉક કરકે આને કા તો જમાના હી નહીં રહા

દરવાજા નૉક કરકે આને કા તો જમાના હી નહીં રહા

આ ડાયલૉગ આપે જ્યારે આપે કોઈની ઉપર માર્યો હશે, તો તેણે પણ આપની ઉપર માર્યોજ હશે. આખરે આપણે બધા એક ફિલ્મી ફૅમિલી છીએ...

આજ કલ દરવાજે કો લૉક કરકે જાને કા ભી જમાના હી નહીં રહા

આજ કલ દરવાજે કો લૉક કરકે જાને કા ભી જમાના હી નહીં રહા

ભાઈ, હવે કોઈ આપને અગાઉનો ડાયલૉગ બોલી નાંખે, તો આપની પાસે પણ તો પરત જવાબ આપવા માટે ડાયલૉગ હોવો જોઇએ.

એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહીં હોતે

એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહીં હોતે

હા જી... તે કૉલેજ કપલ્સ કે જેઓ છે તો ફ્રેન્ડ્સ, પણ આપ માની નથી શકતાં, કારણ કે એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહીં હો સકતે. આપ તેમની જોડી બનાવીને જ દમ લેશો.

કોઈ બાત નહીં, હોતા હૈ હોતા હૈ

કોઈ બાત નહીં, હોતા હૈ હોતા હૈ

અચાનક જ ધ્યાનમાં આવ્યું કે શાહરુખે બડે બડે દેશોં મેં ઐસી છોટી છોટી બાતેં હોતી રહતી હૈ... સેન્યોરિટાનું ફીલિંગ અહીંથી જ ઉપાડ્યું છે... કોઈ બાત નહીં, હોતા હૈ હોતા હૈ.

સિગરેટ પીના સ્વાસ્થ્ય કે લિયે હાનિકારક હોતા હૈ

સિગરેટ પીના સ્વાસ્થ્ય કે લિયે હાનિકારક હોતા હૈ

સ્મૉકિંગ ઇઝ ઇંજ્યુરિયસ ટૂ હૅલ્થ... અમને પૂરતો વિશ્વાસ છે કે જેટલો ફિલ્મી કીડો આપની અંદર છે, આ વૉર્નિંગ આપને ફિલ્મ જોઈને યાદ આવી જ હશે.

યૂં અકેલે મેં રોના સેહત કે લિયે હાનિકારક હોતા હૈ... ઇટ્સ ઇંજ્યુરિયસ ટૂ હૅલ્થ

યૂં અકેલે મેં રોના સેહત કે લિયે હાનિકારક હોતા હૈ... ઇટ્સ ઇંજ્યુરિયસ ટૂ હૅલ્થ

હવે કોઈ છોકરીએ જ્યારે આપના સ્મૉકિંગથી હેરાન થઈ ગુસ્સામાં આ ડાયલૉગ માર્યો હોય, તો આપે આ વાળો પણ ચોક્કસ ટ્રાય કર્યો હશે, ઇમ્પ્રેસ કરવા માટે.

ઐસી લડકી મટર થોડે હી છીલેગી

ઐસી લડકી મટર થોડે હી છીલેગી

અરે નહીં છીલેગી, તો હમ છિલવાયેંગે... બસ આ ડાયલૉગથી જ આપે દરેક તે છોકરાને પરેશાન કર્યો હશે કે જે લગ્ન માટે એકદમ તૈયાર હોય.

અભી મૂડ નહીં હૈ

અભી મૂડ નહીં હૈ

યાદ કરી લો પોતાના ચૅટમાં, વૉટ્સ ઍપમાં કે પછી રાત ભરની બક-બકમાં... આપ દરરોજ કેટલી વખત આ ડાયલૉગ બોલો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X