સલમાન ખાન બનશે શાહરુખ ખાનના નવા પાડોસી!
મુંબઈ, 8 એપ્રિલ : સલમાન ખાન અને શાહરુખ ખાનની શત્રુતા સૌ કોઈ જાણે છે. ખારણ કોઈ પણ હોય, પરંતુ આમ છતાં એક સારા સમાચાર આવે છે કે સલમાન ખાને શાહરુખના બંગલા મન્નતથી બે મકાન છોડી નવો બંગલો ખરીદ્યો છે. સલમાને આ બંગલો સો કરોડ રુપિયામાં ખરીદ્યો છે.

સલમાન ખાન કોઈ પણ કિંમતે આ બંગલો ખરીદવા માંગે છે. જોકે આ ઘર એટલું પણ સુંદર નથી કે જેના માટે સલમાન આટલા બધા વ્યાકુળ થયા છે, પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ સલમાને આ બંગલો ખરીદવા માટે એડી-ચોટીનો જોર લગાવ્યો છે. સલમાન આ બંગલો ખરીદી શાહરુખ સામે શું સાબિત કરવા માંગે છે, તે તો કોઈ નથી જાણતું, પણ એટલું નક્કી છે કે જો સાચે સલમાન શાહરુખાના પાડોસી બની જાય, તો દરરોજ કંઈક નવં સાંભળવા જરૂર મળશે.
નોંધનીય છે કે સલમાન ખાન અત્યાર સુધી પોતાના પરિવારજનો સાથે એક બેડરૂમના ઍપાર્ટમેંટમાં રહે છે. આ ઘર નાનું પડે છે. તેથી સલમાન નવો બંગલો ખરીદવાં જઈ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
