પ્રેમ જ નહીં, પૈસાની બાબતમાં પણ સલમાન છે કિંગ

Salman Khan
મુંબઈ, 19 જાન્યુઆરી : બૉલીવુડના ટાઇગર સલમાન ખાન છેલ્લાં કેટલાંક દિવસોથી સતત ચર્ચામાં છે. પહેલાં તો તેઓ ચર્ચામાં હતાં, કારણ કે સોશિયલ મીડિયામાં તેમના ચાહકોની સંખ્યા સૌથી વધુ હતી. ફેસબુકથી લઈ ટ્વિટર દરેક જગ્યાએ સલમાન ખાનની બોલબાલા છે. હવે સમાચાર મળ્યાં છે કે સલમાન ખાને એક એંટરટનેમેંટ ચૅનલ સાથે 500 કરોડ રુપિયાનો કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો છે.

આ કૉન્ટ્રાક્ટ મુજબ આ ચૅનલ આગામી પાંચ વર્ષો સુધી સલમાન ખાનની રિલીઝ થનાર ફિલ્મો પોતાની ચૅનલે દર્શાવશે. અર્થાત્ સલમાનને લોકોનો પ્રેમ તો મળ્યો જ, સાથે જ તેમને પૈસા પણ છપ્પર ફાડીને મળી રહ્યાં છે. સલમાન ખાનની આ ડીલ ભારતમાં આ પ્રકારની પ્રથમ ડીલ હશે. ડીલ મુજબ કોઈ કલાકાર પોતાની આવનાર ફિલ્મો ટેલીકાસ્ટ કરવા માટે કોઈ ચૅનલને પરમિશન આપી રહ્યો છે.

વર્ષ 2009માં પ્રભુદેવા દ્વારા નિર્મિત ફિલ્મ વૉન્ટેડની રિલીઝ બાદથી તો સલમાન ખાનના સિતારાઓ જ બદલાઈ ગયાં. તેમની ફિલ્મો સતત એક પછી એક હિટ થતી ગઈ અને સલમાન ખાન બની ગયા બૉલીવુડના નવા કિંગ ખાન. સાથે જ સલમાનના ફૅન્સની સંખ્યા પણ જોરદાર રીતે વધી. તેઓ સોશિયલ મીડિયાના પણ કિંગ બન્યાં અને તે પણ શાહરુખ ખાન તથા અમિતાભ બચ્ચનને માત આપીને. માત્ર પોતાની ફિલ્મોના બળે જ નહીં, પણ પોતાના ટેલીવિઝન શો બિગ બૉસની સફળતાના કારણે પણ સલમાન ટોચે રહ્યાં.

ખેર, હવે તો 500 કરોડની ડીલ સાથે સલમાન ફરી એક વાર બૉલીવુડના કિંગ બની ગયાં છે અને સાથે જ તેમણે એમ સાબિત કરી દીધું છે કે બૉક્સ ઑફિસે તો તેમનો જ સિક્કો ચાલે જ છે, પરંતુ હવે નાની સ્ક્રીને પણ તેમની દબંગાઈ શરૂ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X