સંજૂ-સલ્લૂ ભાઈ-ભાઈ : આવ ભાઈ હરખા, આપણએ બે સરખાં
મુંબઈ, 25 માર્ચ : મુંબઈ બૉમ્બ ધડાકા કેસમાં સજા પામનાર સંજય દત્ત સાથે ગઈકાલે રાત્રે સલમાન ખાનની મુલાકાતના સમાચાર સાંભળી એક ગુજરાતી કહેવત યાદ આવી ગઈ : આવ ભાઈ હરખા, આપણે બે સરખા. તારૂ-મારૂં સહિયારું દુઃખ.
સુપ્રીમ કોર્ટ દ્વારા સજાના ચુકાદા બાદ સંજય દત્ત ચર્ચામાં હતાં, તો છેલ્લા બે દિવસથી સલમાન ખાન પણ કાનૂની ગૂંચના કારણે ચર્ચામાં આવી ગયાં છે. સલમાન ખાન સામે જોધપુરની કોર્ટમાં કાળિયાર શિકાર કેસ તથા મુંબઈની કોર્ટમાં હિટ એન્ડ રન કેસમાં કાનૂની ગાળિયો કસાયો છે.
દરમિયાન સંજય દત્તને સજાના ચુકાદા બાદ કોઈ પણ જાતના પ્રત્યાઘાત ન આપનાર સલમાન ખાને ગઈકાલે રાત્રે સંજય દત્ત સાથે તેમના નિવાસ સ્થાને જઈ મુલાકાત કરી. સંજય-સલમાનની આ મુલાકાતને બંનેના સહિયારા દુઃખની વહેંચણી તરીકે જોવામાં આવી રહી છે.
આવો તસવીરોમાં જોઇએ સંજય દત્તને મળવા પહોંચેલા સલમાન ખાન અને અન્ય બૉલીવુડ સેલિબ્રિટીઓની તસવીરો.

અભિષેક બચ્ચન
સુપ્રીમ કોર્ટ દ્વારા સજા ફરમાવાયાં બાદ સંજય દત્તના ઘરે બૉલીવુડ સેલિબ્રિટીઓનું પહોંચવું ચાલુ જ છે. તે જ ક્રમે ગઈકાલે અભિષેક બચ્ચને સંજય દત્ત સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વન આપ્યું.

અજય દેવગણ
સન ઑફ સરદારમાં સંજય દત્ત પાસે પોં-પોં આયટમ સૉંગ કરાવનાર અજય દેવગણ સંજયને મળવાં તેમના ઘરે પહોંચ્યાં.

અમીષા પટેલ
બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલે પણ સંજય દત્તની મુલાકાત કરી.

ડેવિડ ધવન
સંજય દત્તના નિવાસ સ્થાને પહોંચતાં ફિલ્મ નિર્માતા ડેવિડ ધવન.

ઇન્દ્ર કુમાર
જાણીતાં ફિલ્મ દિગ્દર્શક ઇન્દ્ર કુમારે સંજય દત્ત સાથે મુલાકાત કરી.

મહેશ-કરણ-હૃતિક
સંજય દત્તને મળવા પહોંચનાર બૉલીવુડ હસ્તીઓમાં જાણીતાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ, દિગ્દર્શક કરણ જૌહર તથા અભિનેતા હૃતિક રોશનનો પણ સમાવેશ થાય છે.

પ્રિયા દત્ત
સંજય દત્તને સાંત્વના આપવા પહોંચતી બૉલીવુડ હસ્તીઓ પ્રત્યે આભાર ભાવે જોતાં બહેન અને સાંસદ પ્રિયા દત્ત.

શિલ્પા-રાજ
શિલ્પા શેટ્ટી તેમના પતિ રાજ કુન્દ્રા સાથે સંજય દત્તને મળવા પહોંચ્યાં. શિલ્પાએ જણાવ્યું કે સંજય દત્ત માટે દુઆઓ કરવી જોઇએ. દુઆઓમાં બહુ દમ હોય છે.

સલમાન ખાન
સંજય દત્તને સુપ્રીમ કોર્ટ દ્વારા સજા ફરમાવ્યા બાદ બે દિવસ સુધી અકળ મૌન સેવનાર તેમના ખાસ મિત્ર સલમાન ખાન ગઈકાલે રાત્રે સંજય દત્તને મળવા પહોંચ્યાં. બૉલીવુડ હસ્તીઓમાં સૌથી મહત્વની હસ્તી સલમાન ખાનની આ મુલાકાતની ખાસ નોંધ લેવાઈ, કારણ કે તેઓ પણ કાનૂની ગૂંચમાં ફસાયા છે સંજયની જેમ.

સંજય કપૂર
બૉલીવુડ અભિનેતા સંજય કપૂર પણ સંજય દત્તને મળવા તેમના ઘરે પહોંચ્યાં.

સુનીલ શેટ્ટી
બૉલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી સંજય દત્તના નિવાસ સ્થાને.












Click it and Unblock the Notifications
