દિલ્હી પોલીસ માટે યોજાશે દબંગ 2નું ખાસ પ્રીમિયર
મુંબઈ, 15 ડિસેમ્બર : સલમાન ખાનની તો દરેક વાત નિરાળી હોય છે. તેઓ જે કરે છે, કમાલ જ કરે છે. સમાચાર છે કે સલમાન ખાન પોતાની આવનાર ફિલ્મ દબંગ 2 રિલીઝ કરતાં અગાઉ તેનું સ્પેશિયલ પ્રીમિયર કરશે કે જે દિલ્હી પોલીસ માટે હશે.
દબંગ 2 આગામી 21મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ 18મી ડિસેમ્બરે સલમાન ખાન તેને દિલ્હી પોલીસ માટે રિલીઝ કરશે. આમ કરી તેઓ શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પશે. સલમાન સંસદ ઉપરના હુમલામાં શહીદ થયેલ પાંચ પોલીસ કર્મચારીઓના પરિજનો સાથે મુલાકાત પણ કરશે. એક બાજુ સલમાન ફિલ્મ માટે આટલું બધું કરી રહ્યાં છે, તો બીજી બાજુ ફિલ્મના દિગ્દર્શક અરબાઝ ખાન કહે છે કે ફિલ્મ દબંગ 2 માત્ર સલમાનની જ ફિલ્મ નથી, પણ તે એક ટીમ વર્ક છે. તેમાં સોનાક્ષી સિન્હાથી માંડી તેઓ પોતે પણ છે. મેં આ ફિલ્મને દબંગ સાથે જોડી રાખવાની પુરતી કોશિશ કરી છે. ફિલ્મના પાત્રોનો તાણો-વાણો એવો ગુંથ્યો છે કે જેથી લોકોને ફિલ્મ જોતાં જ દબંગની વાર્તા યાદ આવી જાય.
અરબાઝ ખાને જણાવ્યું કે માત્ર સલમાન ખાન હોવાથી કે ક્રિસમસ પ્રસંગે રિલીઝ થવા માત્રથી ફિલ્મ સારી નથી થઈ જતી. ફિલ્મ હિટ થાય છે સારી વાર્તા તેમજ શ્રેષ્ઠ દિગ્દર્શન દ્વારા કે જેનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. જોઇએ કે અરબાઝ ખાનની વાતોમાં કેટલી સચ્ચાઈ છે અને ફિલ્મનો બૉક્સ ઑફિસે શો હાલ થાય છે?