9 વર્ષમાં 14 ફિલ્મો 100 કરોડને પાર, સલમાન ખાનનો શાનદાર રેકોર્ડ
ભારતની સાથે સલમાન ખાને પોતાના કરિયરની 14મી 100 કરોડી ફિલ્મ આપી છે. વર્ષ 2010માં રિલીઝ થયેલી દબંગ બાદ સલમાન ખાનની તમામ ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ થઈ છે.
ભારતની સાથે સલમાન ખાને પોતાના કરિયરની 14મી 100 કરોડી ફિલ્મ આપી છે. વર્ષ 2010માં રિલીઝ થયેલી દબંગ બાદ સલમાન ખાનની તમામ ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. કદાચ જ કોઈ એક્ટર આ રેકોર્ડની નજીક પહોંચી શકે. ભારતે 5 દિવસમાં 150 કરોડનો બિઝનેસ કરી લીધો છે.
સલમાન ખાનને કદાચ આ માટે જ બોક્સ ઓફિસનો પર્યાય સમજવામાં આવે છે. 9 વર્ષમાં બેક ટુ બેક 14 ફિલ્મો 100 કરોડી ફિલ્મો જેમાંથી 2 ફિલ્મો 200 કરોડને પાર અને 3 ફિલ્મો 300 કરોડને પાર. આ સફર શરૂ થયો હતો 2010માં રિલીઝ થયેલી દબંગ સાથે. સલમાન ખાનની આ પહેલી ફિલ્મ હતી જેણે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.
આ પણ વાંચો: બાઈકર ઝડપથી આવ્યો, મારી છાતી પર પંચ માર્યો અને હું બેહોશ થઈ: કંગના રાનૌટ
આ પછી સલમાન ખાને પાછળ ફરીને નથી જોયું. લગભગ દર વર્ષે સલમાન ખાનની ફિલ્મો રેકોર્ડ બનાવતી ગઈ. સલમાન ખાનની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ છે, જેણે 339 કરોડની કમાણી કરી હતી.

દબંગ
2010માં રિલીઝ થયેલી દબંગે 141 કરોડની કમાણી કરી હતી.

બોડીગાર્ડ
2011માં રિલીઝ તયેલી ફિલ્મ બોડીગાર્ડે 148 કરોડનો બિઝનેસ કર્યો હતો.

રેડી
2011માં આવી હતી સલમાન ખાન આસીનની ફિલ્મ રેડી, જેણે 120 કરોડનું કલેક્શન કર્યું હતું.

એક થા ટાઈગર
2012માં આવેલી ફિલ્મ એક થા ટાઈગરે 198 કરોડ ઉસેટ્યા હતા.

દબંગ 2
દબંગની સિક્વલ દબંગ 2 પણ 154 કરોડની કમાણી કરી હતી.

જય હો
સલમાન ખાની આ ફિલ્મે 112 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ એવરેજથી ઉપર રહી હતી.

કિક
2014માં આવી કિક.. બ્લોકબસ્ટર ફિલ્મે 232 કરોડની કમાણી કરી હતી.

બજરંગી ભાઈજાન
2015મા આવેલી બજરંગી ભાઈજાન સલમાનની અત્યાર સુધીમાં બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. ફિલ્મે 321 કરોડની કમાણી કરી હતી.

પ્રેમ રતન ધન પાયો
સલમાન ખાનની પ્રેમ રતન ધન પાયોએ 213 કરોડનું કલેક્શન કર્યું હતું.

સુલ્તાન
2016માં આવેલી સુલ્તાને 300 કરોડનું કલેક્શન કર્યું હતું.

ટ્યુબલાઈટ
2017માં ઈદ પર રિલીઝ થયેલી ટ્યુબલાઈટે પણ 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. ફિલ્મ 121 કરોડનો બિઝનેસ કરી ચૂકી હતી.

ટાઈગર ઝિંદા હૈ
તો ટાઈગર ઝિંદા હૈ સલમાન ખાનની સૌથી મોટી ફિલ્મ છે. 2017માં ક્રિસમસમાં આવેલી આ ફિલ્મે 339 કરોડની કમાણી કરી હતી.

રેસ 3
તો 2018માં આવેલી રેસ 3એ 159 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ એવરેજ રહી હતી.

ભારત
14મી ફિલ્મ બની ભારત, જેણે 4 જ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
