બાઈકર ઝડપથી આવ્યો, મારી છાતી પર પંચ માર્યો અને હું બેહોશ થઈ: કંગના રાનૌટ
સોશિયલ મીડિયા પર ફરી એકવાર કંગના રનૌત છવાયેલી છે. કંગના રનૌતનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે મહિલાઓની છેડતી અંગે પોતાનું વલણ દર્શાવી રહી છે.
સોશિયલ મીડિયા પર ફરી એકવાર કંગના રનૌત છવાયેલી છે. કંગના રનૌતનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે મહિલાઓની છેડતી અંગે પોતાનું વલણ દર્શાવી રહી છે. આ વીડિયોમાં કંગના પોતાની સાથે થયેલી દુર્ઘટનાનો ઉલ્લેખ કરી રહી છે .
તમને જણાવી દઈએ કે આ વીડિયો 2014માં ટેલિકાસ્ટ થયેલા શો 'સત્યમેવ જયતે'ના ફિનાલે એપિસોડનો છે. જેમાં આમિર ખાન મહિલાઓની છેડતી અને યૌન શોષણ અંગે વાત કરે છે. સાથે જ ફિલ્મોમાં કેવી રીતે મહિલાઓ સાથે થતી હરકતોની લોકો પર અસર પડે છે, તેની પણ વાત કરે છે.
આ પણ વાંચો: બોલિવુડ વિશે ફરીથી બોલી કંગનાની બહેન રંગોલીઃ બધા લાગ્યા છે સલમાનની ચાપલૂસીમાં...
જેમાં ગેસ્ટ તરીકે કંગના રનૌત, દીપિકા પાદુકોણ અને પરીણિતિ ચોપરા હાજર છે. કંગના પોતાની સાથે થયેલી એક દુર્ઘટનાનો ખુલાસો કરે છે. સાથે જફિલ્મોમાં મહિલાઓ સાથે થતી ગેરવર્તણૂંક અંગે દુઃખ પણ વ્યક્ત કરે છે. ચાલો જાણીએ કે કંગનાએ શું કહ્યું અને સાથે જઆ એપિસોડનો વીડિયો પણ જોઈએ.

બાળપણમાં થઈ ઘટના
આ વીડિયોમાં કંગનાએ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં બાળપણમાં એક યુવકે તેમની સાથે એવી હરકત કરી તે રસ્તા પર જ બેહોશ થઈ ગઈ.

બાઈકર યુવકો
કંગના રનૌતે કહ્યું કે મને યાદ છે કે જ્યારે હું ચંદીગઢમાં સ્કૂલમાં ભણતી હતી, ત્યારે બાઈકથી આવતા જતા યુવકો યુવતીઓને અડવાની કોશિશ કરતા હતા.

મારી છાતી પર પંચ
કંગનાએ આગળ કહ્યું કે એકવાર એક બાઈકર સ્પીડમાં આવ્યો અને મારી છાતી પર પંચ માર્યો. આ પંચ એવો હતો કે હું તરત જ બેહોશ થઈ ગઈ.

હું રસ્તા પર બેહોશ
કંગના આગળ કહે છે કે હું 5 મિનિટ સુધી આ જ સ્થિતિમાં રહી, ઉઠી તો મારુ ધ્યાન એ વાત પર હતું કે કે કોઈએ મને જોઈ છે કે નહીં. હું જોઈ રહી હતી કે શું કોઈએ આ બનાવ જોયો છે?

સ્કૂલ જતી વખતે છેડતી
પરિણીતિ કહે છે કે આ ઘટના માટે યુવતીઓને જવાબદાર માનવામાં આવે છે. સ્કૂલ જતી વખતે મારી પણ છેડતી થતી હતી. ક્યારેક મારા કપડા પર તો ક્યારે મારા પગ પર લોકો નજર નાખતા હતા. સ્કૂલ પહોંચતા સુધી તો હું રોવા લાગતી હતી.

ના નો અર્થ ફક્ત ના જ થાય છે.
આ વાતચીત દરમિયાન કંગના કહે છે કે એવું સમજવામાં આવે છે કે યુવતીની ના નો અર્થ હાય હોય છે. મને આજ સુધી નથી સમજાયું કે લોકો આમ કેમ વિચારે છે. જો હું કોઈને મારાથી દૂર રહેવાનું કહું છું તો નાનો અર્થ ફક્ત ના હોય છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
