મનીષ પૉલ માટે મિકી વાયરસ પ્રમોટ કરશે સલમાન-રણબીર
મુંબઈ, 20 જુલાઈ : હૅકિંગની પૃષ્ઠભૂમિએ બનેલી ફિલ્મ મિકી વાયરસ દ્વારા બૉલીવુડમાં શરુઆત કરવા જઈ રહેલા જાણીતા ટેલીવિઝન એંકર મનીષ પૉલ કહે છે કે બૉલીવુડના સલમાન ખાન અને રણબીર કપૂર જેવા ટોચના સ્ટાર્સ તેમની ફિલ્મનું પ્રમોશન કરશે.

નવોદિત દિગ્દર્શક સૌરભ વર્મા દિગ્દર્શિત મિકી વાયરસ હાસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ છે. મનીષ પૉલ ફિલ્મમાં મિકી અરોરા નામના કૉમ્પ્યુટર હૅકરની ભૂમિકા ભજવી રહ્યાં છે. સોમવારે અહીં અંધેરા ગણેશ પંડાલ ખાતે મનીષે જણાવ્યું - સારૂં છે કે સલમાન ખાન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, કરણ જૌહર, રણબીર કપૂર તથા રેમો ફર્નાન્ડીઝ સાથે બીજા અનેક અભિનેતાઓ અને દિગ્દર્શકોએ મારી ફિલ્મના પ્રોમો રેકૉર્ડ કર્યા છે. હું આ વાતથી બહુ ખુશ ચું.
તેમણે જણાવ્યું - આ પ્રોમો ટુંકમાં જ રિલીઝ થશે. આશા છે કે લોકો તેનો આનંદ માણશે. મનીષ પૉલ દિગ્દર્શક અભિષેક શર્માની 2010માં આવેલી ફિલ્મ તેરે બિન લાદેનની સિક્વલમાં પણ અભિનય કરનાર છે. ઝલક દિખલા જા 6 શોની યજમાની કરનાર મનીષ પૉલ કહે છે - હું તેરે બિન લાદેન ફિલ્મની સિક્વલમાં કામ કરી રહ્યો છું. ફિલ્મ ગત ફિલ્મ કરતાં વધુ મજાની હશે, કારણ કે સિક્વલમાં હું પણ છું.












Click it and Unblock the Notifications
