સામંથા રુથ પ્રભુનુ 10માંનુ રિઝલ્ટ વાયરલ, માર્કસ જોઈને ચોંકી ગયા લોકો, જાણો ભણવામાં કેવી હતી અભિનેત્રી
Samantha Ruth Prabhu Report Card: સાઉથની ફેમસ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લોકો માત્ર તેની સુંદરતા જ નહિ પરંતુ એક્ટિંગના પણ દીવાના છે.
સામંથા હાલમાં ફિલ્મ શાકુંતલમમાં જોવા મળી હતી. ફિલ્મ બૉક્સ ઑફિસ પર ભલે સફળ ન થઈ પરંતુ લોકોએ સામંથાના ભરપૂર વખાણ કર્યા. આ દરમિયાન હાલમાં સામંથાનુ 10માંનુ રિઝલ્ટ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેના માર્કસ જોઈને લોકો ચોંકી ગયા છે.

નોંધનીય છે કે સામંથા રુથ પ્રભુ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી. તે પોતાની સ્કૂલની ટૉપર હતી. સ્કૂલમાં તેનુ ખૂબ નામ હતુ. સામંથા રુથ પ્રભુએ તેના ટ્વિટર એકાઉન્ટમાં તેના 10મા ધોરણનું રિપોર્ટ કાર્ડ શેર કર્યુ છે. આ રિપોર્ટ કાર્ડ જોયા પછી સ્પષ્ટ થાય છે કે તે એક ઉત્તમ વિદ્યાર્થી હતી. તેણે તમામ વિષયોમાં 80થી વધુ ગુણ મેળવ્યા છે. રિપોર્ટ કાર્ડમાં જોઈ શકાય છે કે સામન્થાને મેથ્સમાં 100 માર્ક્સ મળ્યા છે, ભૂગોળ અને બૉટની સિવાયના તમામમાં 90થી વધુ માર્ક્સ છે.
આ રિપોર્ટ કાર્ડના ટ્વીટ પર ટિપ્પણી કરતા, સામંથા રૂથ પ્રભુના શિક્ષકે લખ્યું - સામંથા શાળા માટે એક મૂલ્યવાન સંપત્તિ હતી. લીક થયેલા રિપોર્ટ કાર્ડે સામંથાના ચાહકોને ન માત્ર આશ્ચર્યચકિત કર્યા છે, પરંતુ લોકો તેનાથી ખૂબ પ્રભાવિત પણ થયા છે. તેમની આ પોસ્ટ પર લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. લોકો તેના અભિનય કૌશલ્યની સાથે સાથે તેના અભ્યાસની પણ પ્રશંસા કરી રહ્યા છે.
આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું છે - સામંથાએ હંમેશા એક વિદ્યાર્થી, પુત્રી, અભિનેત્રી, કાર્યકર્તા, પત્ની અને પુત્રવધૂ તરીકે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યુ છે. તેણે તેના જોરદાર અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા છે અને આ રિપોર્ટ કાર્ડ સાબિત કરે છે કે તે અભ્યાસમાં પણ ઘણી સારી હતી.
તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં જ ફિલ્મ 'કુશી'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથનો મેગાસ્ટાર વિજય દેવરાકોંડા જોવા મળશે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જે 1 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય સમંથા પ્રિયંકા ચોપરાની અંગ્રેજી વેબ સિરીઝ 'સિટાડેલ'ના હિન્દી વર્ઝનમાં બોલિવૂડ એક્ટર વરુણ ધવન સાથે જોવા મળશે.
Ha ha this has surfaced again 😁❤️ Awww https://t.co/UMQlxH1dsX
— Samantha (@Samanthaprabhu2) May 29, 2020












Click it and Unblock the Notifications
