સમીરા રેડ્ડી બાદ તેના પતિ અને બંને બાળકોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ
સમીરા રેડ્ડી બાદ તેના પતિ અને બંને બાળકોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ
બૉલીવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી કોરોનાવાયરસથી પીડાઈ રહી છે. જે બાદ તેમના પતિ અને બંને બાળકોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સમીરા રેડ્ડીએ ઈન્સ્ટાગ્રામ પર આ અંગે જાણકારી આપી છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળકોની ફોટો શેર કરી તેમણે લખ્યું કે કેટલાય લોકો મને હૈંસ અને નાયરા વિશે પૂછી રહ્યા છે તો અહીં અપડેટ આપી રહી છું.

થયો કોરોના
સમીરા રેડ્ડીએ આગળ લખ્યું કે પાછલા અઠવાડિયે હૈંસને ભારે તાવ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, પેટ ખરાબ થવું અને થાક જેવી સમસ્યા આવી. ચાર દિવસ આવું જ રહ્યું તો અમે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો.

હું એડમિટ થવા માંગતી હતી
તે આગળ લખે છે કે હું શરૂઆતમાં એડમિટ થવા માંગતી હતી, કેમ કે તમે ગમે તેટલી તૈયારી કરી લો, પરંતુ આવા હાલાતથી નિપટવા માટે તૈયાર નથી રહેતા. નાયરામાં પણ લક્ષણો દેખાવા લાગ્યા છે.

બાળકો સંક્રમિત થઈ રહ્યા છે
મેં તેને પેરાસીટામોલ આપી. સૌથી પ્રમુખ વાત જે આ કોરોનાની બીજી લહેરમાં સામે આવી તે બાળકો સંક્રમિત થઈ રહ્યા છે.

ડૉક્ટર્સે કહ્યું માઈલ્ડ સિમ્પટમ
ડૉક્ટર્સનું માનવું છે કે માઈલ્ડ સિમ્પટમ્સ મોટાભાગના મામલામાં જોવા મળી રહ્યા છે. ડૉક્ટર્સે વિટામીન સી, મલ્ટી વિટામિન અને જિંક સાથે પ્રોબાયોટિક લેવાની સલાહ આપી છે. તેમની મસ્તી પાછી આવી શકે તે માટે મેં શક્ય તમામ કોશિશ કરી

તમે પણ મજબૂત બનો અને સુરક્ષિત રહો
હું અને અક્ષય મેડિટેશન, સ્ટીમ, ગાર્ગલ્સ અને બ્રીધિંક એક્સરસાઈઝ કરી રહ્યા છીએ. અમને ડર નથી, બલકે અમારી સૌથી મોટી તાકાત પોઝિટિવિટી બનાવી રાખવાની છે જેથી અમે ખુશ રહીએ. તમે બધા પણ મજબૂત બનો અને સુરક્ષિત રહો.












Click it and Unblock the Notifications
