For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીકરાના જન્મ પર પણ ખુશ નહોતી સમીરા રેડ્ડી, 105 કિલો વજનથી ડિપ્રેશનમાં જતી રહી, શેર કરી કહાની

સમીરા રેડ્ડી એક સમયે ડિપ્રેશનનો શિકાર હતી અને આ સમય ત્યારે છે જ્યારે તે પહેલી વાર મા બનવાની હતી. જાણો આખી ડિપ્રેશનની આખી કહાની, સમીરાના મુખે.

|
Google Oneindia Gujarati News

સમીરા રેડ્ડી એ હીરાઈનોમાંની એક છે જેણે સોશિયલ મીડિયા પર હીરોઈનોના હંમેશા ગ્લેમર અને તડક ભડકવાળી ચમકીલી દુનિયામાં જીવતી છબી બદલી છે. સમીરાએ લોકોને સોશિયલ મીડિયા દ્વારા હીરોઈનોની અસલી મુશ્કેલીઓ અને અંગત જીવનની ઉથલ પુથલથી પણ વાકેફ કરાવ્યા છે. આ જ કારણ છે કે હાલમાં સમીરા રેડ્ડીના અઢળક ફૉલોઅર્સ છે કે જે તેના બિન્દાસ એટીટ્યુડના કારણે તેને ફૉલો કરે છે પરંતુ આ જ સમીરા રેડ્ડી એક સમયે ડિપ્રેશનનો શિકાર હતી અને આ સમય ત્યારે છે જ્યારે તે પહેલી વાર મા બનવાની હતી.

પહેલી પ્રેગ્નેન્સી પછીનો સમય ડિપ્રેશનમાં

પહેલી પ્રેગ્નેન્સી પછીનો સમય ડિપ્રેશનમાં

સમીરા રેડ્ડીએ મધર્સ ડેના દિવસે humans of bombay સાથે વાતચીતમાં જણાવ્યુ કે કઈ રીતે તેણે પોતાની પહેલી પ્રેગ્નેન્સી અને ત્યારબાદનો સમય માત્ર પોતાના ડિપ્રેશન સામે ઝઝૂમીને કાઢી દીધો. ત્યાં સુધી કે તે પોતાના પુત્રના જન્મની ખુશી પણ સારી રીતે મનાવી ન શકી. વાંચો સમીરા રેડ્ડીની આ ખૂબ જ પ્રભાવશાળી પોસ્ટ -

સપનાઓની દુનિયામાં હતી સમીરા

સપનાઓની દુનિયામાં હતી સમીરા

જ્યારે હું હંસ સાથે પ્રેગ્નેન્ટ હતી, મારી દીકરો, મે વિચાર્યુ કે હું એ પેજ 3વાળી મા હોઈશ જે છાપાઓ અને મેગેઝીનોમાં પોઝ આપે છે. કેમેરા સામે એક પરફેક્ટ બેબી બંપ સાથે. મા બનવા માટે મારા જે વિચારો હતા તે હંમેશા ગ્લેમરસ રહ્યા હતા અને આ દુનિયાની આસપાસ જ ફરતી હતી. સચ્ચાઈથી એકદમ દૂર.

ડિપ્રેશનમાં જતી રહી

ડિપ્રેશનમાં જતી રહી

9 મહિના બાદ, મારુ વજન 105 કિલો હતુ. જેવો મે મારા દીકરાને મારા ખોળામાં લીધો ત્યારે મને કંઈ બહુ ખુશીનો અહેસાસ ન થયો. મને ખબર પણ નહોતી કે હું પ્રેગ્નેન્સી પછી થતા ડિપ્રેશન તરફ આગળ વધી ચૂકી હતી. મારા પતિ અક્ષયે બધુ કર્યુ. ડાયપર બદલવાથી લઈને બાળકને ખવડાવવા સુધી અને હું બેઠા બેઠા બસ એ વિચારી રહી હતી કે બાકી હિરોઈને કેવી રીતે એક મહિનામાં પાછી પોતાના રૂટીનમાં અને ફિટ બૉડીમાં આવે છે.

બધાની સાથે તેમછતાં એકલી

બધાની સાથે તેમછતાં એકલી

મારા સાસુએ કહ્યુ - તારો દીકરો એકદમ સ્વસ્થ છે. તારી પાસે હંમેશા સાથે રહેનાર તારો પતિ છે. તુ આટલી ચિંતામાં અને દુઃખી કેમ છે? મારી પાસે કોઈ જવાબ નહોતો. જ્યારે હું હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ તો બહુ રડી. હું એટલા માટે રડી કારણકે આટલા સમય સુધી મે મારા દીકરી હંસ પર ધ્યાન નહોતુ આપ્યુ.

શહેનાઝ ગિલના ગ્લેમરસ અવતારથી ફિદા થયા ફેન્સ, જુઓ Pics

બીજી પણ બિમારીઓ

બીજી પણ બિમારીઓ

આ બધુ એક વર્ષ સુધી ચાલ્યુ. હું ઘણીવાર તૂટી જતી અને રડવા લાગતી. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એકદમ અલગ પડી ગઈ હતી. હજુ પણ મારુ વજન 105 કિલો હતુ અને મને Alopecia Areata નામની બિમારીએ જકડી લીધી. આ બિમારીમાં મારા માથામાં ઘણી જગ્યાએ વાળ ખાલી થવા લાગ્યા.

બાળપણથી હતી સમસ્યા

બાળપણથી હતી સમસ્યા

ત્યારે મને સમજમાં આવ્યુ કે મારી સમસ્યા બહુ ઉંડી છે. મે હોમિયોપેથીનો સહારો લીધો. અમે શરૂઆતથી જ બધી મુશ્કેલીઓ પર વાત કરી. હું હંમેથાથી એક જાડી છોકરી હતી. બે ખૂબ જ ટેલેન્ટેડ બહેનો સાથે મોટા થવાનુ પ્રેશર અને એક એવી ઈન્ડસ્ટ્રીમાં હોવાનુ પ્રેશર જે તમને દરેક મિનિટે આંકે છે. બધી સમસ્યાઓ પર વાત કરીને મને એકદમથી લાગ્યુ કે હું એક નવી વ્યક્તિ બની ચૂકી છુ.

યમ્મી મમ્મી કે સેક્સી સેમ?

યમ્મી મમ્મી કે સેક્સી સેમ?

તો બે વર્ષ સુધી દરેક જગ્યાએથી ગાયબ રહ્યા બાદ મે સોશિયલ મીડિયા પર વાપસી કરી. ત્યારે પણ મને પૂછવામાં આવતુ હતુ - શું હવે તમે એક yummy mummy બનશો કે પછી જૂનીવાળી sexy sam. પરંતુ મે નક્કી કરી લીધુ હતુ કે હવે માત્ર ફૉલોઅર મેળવવામાં ચક્કરમાં હું ખોટી જિંદગી નહિ જીવી શકુ.

બધુ કરવાનુ નક્કી કર્યુ

બધુ કરવાનુ નક્કી કર્યુ

તો મે મારી સમસ્યાઓ પર વાત કરવાનુ શરૂ કર્યુ. શરૂઆતમાં મને ઘણી ટ્રોલ કરવામાં આવી. મારા લુક્સ પર સવાલ ઉઠાવવામાં આવ્યા કે કેવી રીતે હવે હું પરફેક્ટ નથી દેખાતી. પરંતુ મને ફરક ના પડ્યો. જ્યારે 2018માં હું નાયરા સાથે પ્રેગ્નેન્ટ થઈ તો મે નક્કી કર્યુ કે આ વખતે આ કામ હું મારી રીતે કરીશ.

મહિલાઓ માટે પ્રેરણા

મહિલાઓ માટે પ્રેરણા

હું 40 વર્ષની થઈ ચૂકી હતી, ડરી ગઈ હતી. એક વાર ફરીથી વધી ચૂકી હતી પરંતુમે નક્કી કરી લીધુ હતુ કે ગઈ વખતે મે જે પણ અનુભવ મિસ કર્યા છે તે આ વખતે પૂરા કરીશ. મે સતત મૂડ બદલવા વિશે પણ વાત કરી. જ્યારે 8 મહિના પ્રેગ્નેન્ટ થઈ તો મે અંડરવૉટર બિકિની શૂટ કર્યુ. ત્યારે મહિલાઓએ મને કહ્યુ - તમે અમને પ્રેરણા આપો છો અને વિચારો શું થયુ. મે લગભગ 90 ટકા પુરુષ ફૉલોઅર્સ સાથે અહીં શરૂઆત કરી હતી પરંતુ આજે તેમાં 70 ટકા મહિલાઓ છે. અને આ મારા માટે કોઈ ઉપલબ્ધિથી કમ નથી.

સલમાન, આમિરથી લઈને શાહરુખ ખાનની ઈદ પાર્ટી, જુઓ Picsસલમાન, આમિરથી લઈને શાહરુખ ખાનની ઈદ પાર્ટી, જુઓ Pics

જે છે મસ્ત છે

જે છે મસ્ત છે

હું મારા બાળકોને પણ કહુ છુ - જે પણ બનવુ હોય એ બનો પરંતુ બસ પોતાની સાથે હંમેશા સાચા રહો. ખુદની સાથે જૂઠ ના બોલો. તો હું પણ આ જ કરી રહી છુ. મને યાદ છે, એક સમય એવો હતો જ્યારે મારા અંડરઆર્મ્સની નીચે થોડુ પણ વધુ માંસ લટકી જતુ તો લોકો મોઢુ ચડાવી લેતા હતા, હું પણ ચિંતામાં આવી જતી પરંતુ હવે શું ફરક પડે છે. હું 42 વર્ષની છુ, થોડી ગોળમટોળ છુ પરંતુ મસ્ત છુ.

English summary
Sameera Reddy share about her depression when she was not happy after son's birth as she gain 105 kg weight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X