સંજય દત્તને માફી જોઇએ, પણ માંગવી નથી
મુંબઈ, 7 એપ્રિલ : સંજય દત્તને માફી તો જોઇએ, પણ માંગવી નથી. ભલે સંજય દત્તે મીડિયા સાથેની વાતચીત દરમિયાન એમ જણાવ્યું હોય કે તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદો માન્ય રાખશે, પરંતુ તાજેતરમાં જ મધ્ય પ્રદેશમાં દતિયા ખાતે આવેલ પ્રસિદ્ધ પીતાંબરા પીઠે પૂજા-અર્ચના કરી અને ત્યાંના પંડિતોને જણાવ્યું કે તેઓ તેમની માફી માટે દુઆ કરે.
સંજય દત્તનું વિમાન ઍરફોર્સની ટ્રેનિંગના કારણે ગ્વાલિયર કે ઝાંસી ઍરપોર્ટે ઉતરી ન શક્યું. તેથી તેમનું વિમાન ગુના હવાઈ પટ્ટીએ ઉતારાયું. ગુનાથી સંજય દત્ત તથા તેમની ફૅમિલી ગાડીમાં બેસી દતિયા પહોંચ્યાં કે જ્યાં તેમણે માતા પીતાંબરા પીઠમાં માથું ટેકવ્યું. જોકે સંજય દત્તે કોઈને પણ પોતાની આ યાત્રા અંગે માહિતી આપી નહોતી, પરંતુ મીડિયાને જાણ થઈ ગઈ.
સંજય દત્ત માટે એમ તો તેમના ફૅન્સ દુઆ કરી રહ્યાં છે અને રાજકીય અને બિન રાજકીય રીતે પણ તેમને માફી અપાવવા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સમક્ષ અપીલો કરાઈ છે, પરંતુ સંજય દત્તે સામે ચાલીને માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. જોકે ધર્મસ્થળની તેમની મુલાકાત અને પંડિતોને એમ કહેવું કે તેઓ તેમની માફી માટે દુઆ કરે, તેનાથી સ્પષ્ટ છે કે સંજય દત્તને માફી તો જોઇએ, પણ માંગવી નથી.
નોંધનીય છે કે સંજય દત્ત 18મી એપ્રિલે આત્માસમર્પણ કરવાની શક્યતા છે.













Click it and Unblock the Notifications
