For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય દત્તે કેન્સર સામે જીતી જંગ, આ રીતે આપી જાનલેવા બિમારીને મ્હાત!

સંજય દત્તને ફેફસાનુ કેન્સર હતુ પરંતુ હવે તે કેન્સરને મ્હાત આપી ચૂક્યા છે. જાણો વિગત..

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સંજય દત્તના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સંજય દત્તને ફેફસાનુ કેન્સર હતુ પરંતુ હવે તે કેન્સરને મ્હાત આપી ચૂક્યા છે. સંજય દત્તને બે મહિના પહેલા ખબર પડી કે તેઓ કેન્સરના શિકાર થઈ ચૂક્યા છે. જો કે તેમણે ઝડપથી પોતાનો ઈલાજ કરાવ્યો. હવે રાહતના સમાચાર એ છે કે મુન્નાભાઈ કેન્સર જેવી ખતરનાક બિમારીમાંથી રિકવર થઈ ચૂક્યા છે. જો કે હજુ સુધી પરિવાર તરફથી આના પર કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યુ નથી.

દૈનિક ભાસ્કરે પોતાના રિપોર્ટમાં આ સમાચારને સંપૂર્ણપણે સાચા ગણાવ્યા છે કે સંજય દત્તે કેન્સરથી ખુદને રિકવર કરી લીધા છે. આ સપ્તાહની શરૂઆતમાં સંજય દત્તની પૉજિટ્રૉન એમિશન ટોમોગ્રાફી એટલે કે pet રિપોર્ટમાં એ જાણવા મળ્યુ છે કે તે કેન્સરથી સંપૂર્ણપણે આઝાદ છે.

સંજય દત્ત પર ઈલાજની અસર

સંજય દત્ત પર ઈલાજની અસર

સંજય દત્તના પરિવારના એક સ્વજને આના પર પોતાનુ વાત વ્યક્ત કરતા કહ્યુ કે તેમના પર ઈલાજની સારી અસર થઈ રહી છે. તે આમાંથી બહાર આવી રહ્યા છે. પીટીઆઈ ભાષા સાથે વાતચીતમાં પરિવાર સાથે જોડાયેલા સભ્યએ કહ્યુ કે એવુ કહેવામાં આવ્યુ હતુ કે સંજય પાસે માત્ર છ મહિના છે પરંતુ એવુ કંઈ પણ નથી. તેમણે આગળ માહિતી આપતા જણાવ્યુ કે સંજય દત્ત પોતાની તપાસ માટે ગયા હતા. તેમનો રિપોર્ટ સારો આવ્યો છે. ભગવાનની કૃપા અને બધાની દુઆથી સંજય પર ઈલાજની અસર થઈ છે.

મુંબઈમાં થયો ઈલાજ

મુંબઈમાં થયો ઈલાજ

સંજય દત્તે ક્યાંય વિદેશમાં નહિ જઈને પોતાનો ઈલાજ મુંબઈમાં જ કોકિલાબેન હોસ્પિટલમાં કરાવ્યો. હાલમાં જ તે પોતાના બાળકોને મળવા માટે દુબઈ પણ ગયા હતા. જ્યાં પોતાના બાળકો સાથે 10 દિવસ વીતાવ્યા હતા.

હું કેન્સરને હરાવી દઈશ

હું કેન્સરને હરાવી દઈશ

સંજય દત્તે એક વીડિયોમાં કહ્યુ હતુ કે હું જલ્દી કેન્સરને હરાવી દઈશ, હું આમાંથી બહાર નીકળીશ. મને સલુન ઘણુ સારુ લાગ્યુ. આજે મે વાળ કપાવ્યા છે.

બિમારી દરમિયાન આ ફોટા વાયરલ

બિમારી દરમિયાન આ ફોટા વાયરલ

બિમારીનો ઈલાજ કરાવવા દરમિયાન સંજય દત્તના ફોટા ઘણા વાયરલ થયા હતા. જેને જોઈને ફેન્સ તેમની તબિયત માટે ચિંતા કરવા લાગ્યા હતા.

આવુ નિશાન મારી જિંદગી પર

આવુ નિશાન મારી જિંદગી પર

સંજય દત્તે પોતાની આઈબ્રો તરફ ઈશારો કરીને એક વીડિયોમાં કહ્યુ હતુ કે જુઓ અહીં નિશાન બનાવવામાં આવ્યા છે. આવુ જ નિશાન મારી જિંદગી પર બની ગયુ છે. તે છે કેન્સર પરંતુ હું આનાથી જલ્દી બહાર નીકળીશ.

ચીનને 15 મિનિટમાં ભગાવી દેતવાળા નિવેદન પર અમિત શાહનો પલટવારચીનને 15 મિનિટમાં ભગાવી દેતવાળા નિવેદન પર અમિત શાહનો પલટવાર

English summary
Sanjay Dutt recover from lung cancer soon family member reveals details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X