ઘનચક્કરમાંથી સંજયનું સીન જ હટાવી દેતાં રાજકુમાર ગુપ્તા
મુંબઈ, 9 મે : ભલે સંજય દત્તને સુપ્રીમ કોર્ટે પાંચ વરસની સજા સંભળાવી હોય, પણ બૉલીવુડના લોકો તેમને પ્રેમ કરવાનું નથી છોડી રહ્યાં. એવાં જ એક ચાહનારા છે નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા કે જેમની કૉમેડી ફિલ્મ ઘનચક્કર ચર્ચામાં છે.

ઘનચક્કર ફિલ્મમાં સંજય દત્તનો એક કૅમિયો રોલ હતો. સંજય દત્તે સજાના ચુકાદા બાદ સમયના અભાવે આ રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી બાજુ રાજકુમાર ગુપ્તાએ આ સીન બીજા કોઈ પાસે કરાવવાના સ્થાને પોતાની ફિલ્મમાંથી આ સીન જ હટાવી દીધું.
રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું - મારી ફિલ્મનું તે સીન સંજૂ બાબા માટે જ હતું. તેમનાથી બહેતર કોઈ બીજું તે રોલ નહિં જ કરી શકે. તેથી આ સીન જ ફિલ્મમાંથી હટાવી દેવાયું છે.
નોંધનીય છે કે ઘનચક્કર ફિલ્મમાં ઇમરાન હાશમી તથા વિદ્યા બાલન લીડ રોલમાં છે.












Click it and Unblock the Notifications
