યરવડા જેલમાં પોલીસગિરી જોશે સંજય દત્ત!
મુંબઈ, 2 જુલાઈ : ભલે સંજય દત્ત જેલની અંદર હોય, પણ તેમના ફ્રન્સ તેમના માટે કંઇક ને કંઇક કરવાનો જરૂર પ્રયત્ન કરી રહ્યા છે. સાંભળવામાં આવ્યું છે કે સંજૂ બાબાની રિલીઝ થનારી ફિલ્મ પોલીસગિરીનું ખાસ સ્ક્રીનિંગ પુણેની યરવડા જેલમાં થઈ શકે છે. ફિલ્મની આખી ટીમ એવા પ્રયત્નો કરી રહી છે કે જેથી તેમને જલ્દીથી જલ્દી પોલીસ અને જેલ વહિવટી તંત્ર દ્વારા અનુમતિ મળી શકે.

પોલીસગિરી ફિલ્મના નિર્માતા રાહુલ અગ્રવાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. છતાં તેમનું કહેવું છે કે તેમને ખબર છે કે જેલમાં કેદીઓને એક ફિલ્મ બતાવાય છે. તેથી અમારા પ્રયત્નો છે કે આ એક ફિલ્મ સંજૂની ફિલ્મ પોલીસગિરી જ કેમ ન હોઈ શકે. જો સાચે જ એવું થાય, તો આ પોતાનામાં એક રોચક અને સુંદર બાબત હશે.
નોંધનીય છે કે 5મી જુલાઈના રોજ રિલીઝ થતી પોલીસગિરી ફિલ્મનું પ્રમોશન સંજૂ બાબાનો સમગ્ર પરિવાર કરી રહ્યો છે. ફિલ્મમાં સંજય તત્ત સાથે પ્રાચી દેસાઈ અને પ્રકાશ રાજ છે. મુંબઇયા સ્ટાઇલની આ ફિલ્મના દિગ્દર્શક કે એસ રવિકુમાર છે કે જેઓ સંજય દત્તથી બહુ જ પ્રભાવિત છે. તેમણે દરેક પ્રમોશનલ ઇવેંટમાં વારંવાર જણાવ્યું છે કે સંજય દત્ત ફિલ્મના હીરો છે. જેલ જતા અગાઉ તેમની ઇચ્છા હતી કે તેમની આ ફિલ્મનો સો કરોડ ક્લબમાં સમાવેશ થાય.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
