સંજય સાથે પુનઃ કામ કરશે રાણી મુખર્જી
મુંબઈ, 15 ફેબ્રુઆરી : હમ દિલ દે ચુકે સનમ, બ્લૅક અને દેવદાસ જેવી ફિલ્મોના નિર્માતા તથા દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળી પુનઃ રાણી મુખર્જી સાથે કામ કરવા માંગે છે. આ અંગે રાણીએ જણાવ્યું - સંજય મારા મિત્ર છે. જ્યારે મેં તેમની સાથે બ્લૅક ફિલ્મમાં કામ કર્યુ હતું, ત્યારે તેમણે મને વાયદો કર્યો હતો કે તેઓ ફરીથી મારી સાથે કામ કરવા માંગે છે.

બ્લૅક ફિલ્મમાં રાણીએ એક અંધ તથા મૂંગી છોકરીનું પાત્ર ભજવ્યુ હતું. રાણી મુખર્જીએ જણાવ્યું - જ્યારે મને બ્લૅક ફિલ્મ ઑફર કરાઈ, ત્યારે હું ઇટાલીમાં હતી. તે મારા કૅરિયની એક ખાસ ફિલ્મ હતી. ઉપરાંત રાણીએ સંજય લીલા ભાનુશાળીને તેમની આવનાર ટેલીવિઝન સીરિયલ સરસ્વતી ચંદ્ર માટે શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું - હું દુઆ કરૂ છું કે આ શ્રેણી ખૂબ પસંદ કરાય. ગુજરાતી નવલકથા પર આધારિત સરસ્વતી ચંદ્ર શ્રેણી ટુંકમાં જ ટેલીવિઝન ઉપર પ્રસારિત થનાર છે.
આ અંગે જણાવ્યુ હતું - હું પહેલા સરસ્વતી ચંદ્ર ઉપર ફિલ્મ બનાવવા માંગતો હતો, પરંતુ પછી તેને ટીવી સીરિયલ તરીકે બનાવવી શ્રેષ્ઠ લાગ્યું. આ એક ખાસ સમયની પ્રણય-કથા છે. હું ખુશ છું કે હું તેને બનાવવામાં ફળ રહ્યો.












Click it and Unblock the Notifications
